પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત કરી અને રાજીનામું સોંપ્યું. નોંધનીય છે કે શનિવારે કેબિનેટ મંત્રી બ્રમ્હા મોહિન્દ્રાએ પોતાના મંત્રીમંડળના સહયોગી સિદ્ધુને અપીલ કરી હતી કે તેઓ ઉર્જા મંત્રાલયનો કાર્યભાર સંભાળી લે. પરંતુ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ સિદ્ધુએ પદ સંભાળવાની જગ્યાએ રાજીનામું આપી દીધુ.
My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl
— Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019
સિદ્ધુએ ટ્વીટર પર રાજીનામાને સાર્વજનિક કરતા જાણકારી આપી કે તેમણે 10 જુલાઈના રોજ પોતાનું રાજીનામું આપી દીધુ હતું. પરંતુ ખુલાસો આજે કર્યો છે. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં પણ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કોંગ્રેસને સારી સંખ્યામાં બેઠકો ન મળવાનું ઠીકરું નવજોત સિંહ સિદ્ધુ ઉપર જ ફોડ્યું હતું. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધમાં તણાવ વધ્યો હતો.
My letter to the Congress President Shri. Rahul Gandhi Ji, submitted on 10 June 2019. pic.twitter.com/WS3yYwmnPl
— Navjot Singh Sidhu (@sherryontopp) July 14, 2019
આ બાજુ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ કેબિનેટ સહયોગી નવજોત સિંહ સિદ્ધુ સાથે મતભેદો વચ્ચે શનિવારે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલને મળ્યા હતાં. પાર્ટી સૂત્રોએ જાણકારી આપી હતી કે સિદ્ધુ આ મહિનાની શરૂઆતમાં રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી અને અહેમદ પટેલને પણ મળ્યા હતાં. પટેલને અમરિન્દર અને સિદ્ધુ વચ્ચેના મતભેદ દૂર કરવાની જવાબદારી સોંપાઈ હતી. એવામાં સિદ્ધુનું રાજીનામું પંજાબ કોંગ્રેસના આંતરિક કલેહનું સીધુ ઉદાહરણ છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે છ જૂનના રોજ મંત્રીમંડળમાં ફેરફારની સાથે સિદ્ધુ પાસેથી લોકલ ગવર્મેન્ટ, ટુરિઝમ, અને કલ્ચરલ અફેર્સ વિભાગ પાછા લઈને તેમને ઉર્જા અને રિન્યુએબલ એનર્જી વિભાગ સોંપાયો હતો. અમરિન્દરે સિદ્ધુ પાસેથી વિભાગ પાછા ખેંચવા માટે તેમના ખરાબ પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું હતું. આવામાં મંત્રીમંડળમાં ફેરફાર બાદ બંને વચ્ચેના મતભેદો ખુલીને બહાર આવ્યાં હતાં. મંત્રીમંડળમાં ફેરફારના એક મહિના બાદ પણ સિદ્ધુએ મંત્રી પદનો ચાર્જ સ્વીકાર્યો નહતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે