મધ્ય પ્રદેશના સાગર જિલ્લાની ખુરઈ તહસીલમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જેમાં લગ્નના ચાર દિવસ બાદ જ દુલ્હન પીયર જતી રહી અને વરરાજા પર પત્ની પાસે દહેજમાં પલ્સર માંગવાનો આરોપ લગાવીને કેસ  ઠોકી દીધો. બીજી બાજુ વરરાજા પોતે પોલીસ મથક પહોંચી ગયા અને પોલીસને જણાવ્યું કે તેની દુલ્હન સુહાગરાતના દિવસે તેના પ્રેમી સાથે વાત કરી રહી હતી અને જ્યારે પૂછ્યું તો તે ભડકી ગઈ. દુલ્હન પર આરોપ લગાવતા કહ્યું કે દુલ્હને તેમની સાથે મારપીટ સુદ્ધા કરી છે. પોલીસ આ બંને કેસમાં તપાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે ખુરઈ પોલીસ મથકમાં દુલ્હેરાજા અભિષેક અહિરવાર પહોંચ્યો અને એક ફરિયાદ આપી છે. તેણે પોલીસને તેના વિરુદ્ધ થયેલા દહેજ સતામણીના કેસમાં નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે. વરરાજાએ આરોપ લગાવતા કહ્યું કે તેમની દુલ્હન સુહાગરાતના દિવસે જ તેના પ્રેમીની સાથે મોબાઈલ પર ચેટિંગ કરી રહી હતી. રોકી તો મારપીટ પર ઉતરી આવી. પિતાને બોલાવીને ખોટી કહાની સંભળાવી અને પીયર જતી રહી. આ સાથે જ લગભગ અઢી લાખના તેના દાગીના પણ દુલ્હન રૂબી પોતાની સાથે લઈ ગઈ. 


2000 રૂપિયાની નોટ પર મોટો ખુલાસો, જો તમારી પાસે હોય તો ખાસ જાણો સરકારે આપેલી માહિતી


જો પત્ની અસંતુષ્ટ હોય તો કરે છે આવા આવા ઈશારા, દરેક પતિ માટે જાણવું ખુબ જરૂરી


ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય


બીજી બાજુ દુલ્હને અભિષેક વિરુદ્ધ જે ફરિયાદ લખાવી છે તેમાં વરરાજા પર દહેજ માટે સતામણી, પલ્સર બાઈક અને એક લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું જણાવ્યું છે. અત્રે જણાવવાનું કે અભિષેક અને રૂબીના 10 માર્ચના રોજ લગ્ન થયા હતા. જ્યારે 13 માર્ચના રોજ દુલ્હન રૂબીએ તેના પતિ અભિષેક વિરુદ્ધ દહેજ સતામણીની ફરિયાદ નોંધાવી હતી. 


અભિષેક અહિરવારે પોતાની ફરિયાદમાં ખુબ જ ગંભીર આરોપ  લગાવતા કહ્યું છે કે વરમાળા સમયે દુલ્હન કોઈ અજાણ્યા પ્રેમીના ઈશારે સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ હતી. ત્યારબાદ અમારા ઘરના લોકો પોલીસ મથક પહોંચ્યા હતા પરંતુ પોલીસે મામલો પતાવ્યો અને ત્યારબાદ અમે લોકો પાછા આવ્યા અને વરમાળા થઈ પછી ઘરે આવી ગયા. દુલ્હનનું કહેવું હતું કે તેને મારી સાથે લગ્ન કરવા નહતા પરંતુ માતા પિતાએ જબરદસ્તીથી કરાવી દીધા છે. ત્યારબાદ 2 દિવસ પછી તે ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને જ્યારે પૂછ્યું તો તેણે અમારા પર હુમલો કરી દીધો અને મારવા લાગી. ઘરવાળાઓએ પહોંચીને મામલો શાંત કરાવ્યો. પોલીસ બંને પક્ષો તરફથી કરાયેલી ફરિયાદના આધારે તપાસ કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube