Petrol-Diesel ના ભાવ કઇ રીતે ઘટશે? કેન્દ્રીય મંત્રીએ જણાવી ફોર્મૂલા
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું ` જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ધ છે.
નવી દિલ્હી: કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ બુધવારે કહ્યું કે પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લેતાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધુ ઓછો થઇ જશે અને તેમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના રેવન્યૂમાં પણ વધારો થશે. નિતિન ગડકરીએ કહ્યું કે રાજ્ય સરકારોનું સમર્થન મળતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો પ્રયત્ન જરૂર કરશે.
કેટલા રાજ્ય આ નિર્ણય વિરૂદ્ધ
કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari) એ કહ્યું ' જીએસટી પરિષદમાં રાજ્યોના નાણામંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્ય પેટ્રોલ અને ડીઝલને જીએસટીના હેઠળ લાવવાના વિરૂદ્ધ છે. જ્યારે પેટ્રોલ, ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવાશે, તો તેમના પર ટેક્સ ઓછો થઇ જશે અને કેન્દ્ર ને રાજ્યો બંનેની રેવન્યૂ વધશે. જીએસટી પરિષદએ પોતાની 17 સપ્ટેમ્બરની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને GST ને દાયરાની બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો.
ભારતમાં લોન્ચ થઇ સૌથી વધુ પેટ્રોલ બચાવનાર કાર, શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી
કેન્દ્રના નિર્ણય પર કહી આ વાત
તો બીજી તરફ સરકાર દ્રારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં ક્રમશ: પાંચ અને 10 રૂપિયાનો ઘટાડા સંબંધિત સવાલ પર ગડકરી કહ્યું કે કેન્દ્ર સરકારે આમ જનતાને રાહત આપવા માટે સારું પગલું ભર્યું છે. તેમણે કહ્યું 'જે પ્રકારે કેન્દ્રએ આમ જનતાને રાહત આપતાં એક્સાઇઝ ડ્યૂટીમા6 કાપ કર્યો છે, આશા છે કે રાજ્ય સરકારો પણ તેનું અનુસરણ કરશે અને વેટમાં કાપ કરશે. તેનાથી સામાન્ય જનતાને વધુ રાહત મળી શકશે.
પેટાચૂંટણીના પરિણામોની અસર?
આ આરોપો પર કેન્દ્રએ 30 વિધાનસભા ક્ષેટ્રો અને ત્રણ લોકસભા સીટોની પેટાચૂંટણીના પરિણામે ધ્યાનમાં રાખતાં પગલું ભર્યું છે. ગડકરીએ કહ્યું કે રાજકારણ અમારા માટે સામાજિક-આર્થિક સુધારાનું માધ્યમ છે. અમે ચૂંટણી જીતવા માટે રાજકારણ કરતા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube