ઓક્સફોર્ડેએ ફરીથી શરૂ કર્યું કોરોના વેક્સીનનું ટ્રાયલ, 6 સપ્ટેબ્મરના રોજ લગાવ્યો હતો પ્રતિબંધ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના અનુસાર યૂકેની મેડિસિન હેલ્થ રેગુલેટરી ઓથોરિટીથી મંજૂરી મળ્યા બાદ ફરીથી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે UK માં 1 વોલેન્ટિયરની તબિયત બગડ્યા બાદ વેક્સીનનું ટ્રાયલ પહેલાં યૂકે પછી દુનિયાભરમાં અટકાવી દેવામાં આવ્યું હતું.
ખુશખબરી: વાંદરાઓ પર કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, મળ્યા સકારાત્મક પરીણામ
વેક્સીનને લઇને હાલમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 6 સપ્ટેમ્બરના રોજ કંપનીએ એક દર્દીમાં સાઇટ ઇફેક્ટ થયા બાદ વેક્સીનનું ટ્રાયલ અટકાવી દેવામાં આવ્યું હતું અને ઇન્ડિપેન્ડેટ કમિટીને તપાસ કરવા માટે કહ્યું હતું. હવે તપાસ પુરી થઇ ગઇ છે અને કંપનીને ફરીથી ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે.
આ 8 પ્રકારની સાડી વિના દરેક મહિલાની તિજોરી છે ખાલી, ગર્વનું પ્રતિક ગણાય છે આ સાડી
રેગુલેટરનું કહેવું છે કે એક અથવા બે દર્દીમાં સાઇટ ઇફેક્ટ આવવી નોર્મલ છે. જાણકારી માટે જણાવી દઇએ કે ભારતમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India) પણ આ વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે.
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India)એ ગુરૂવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 'અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને ભારત પરીક્ષણને હાલ સ્થગિત કરી રહ્યું છે. સીરમ માત્રા મુજબ દુનિયાની સૌથી મોટી નિર્માતા કંપની છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube