લંડન : બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વલણનો આકરો વિરોધ કર્યો છે. તેમણે આ મુદ્દે પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને યુએનમાં લઇ જવાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને પહેલા પીઓકેને ખાલી કરવું જોઇએ. બોબ બ્લેકમેને કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર ભારતનો હિસ્સો છે અને જે લોકો યુએનના સંકલ્પને લાગુ કરવા માટે કહે છે તેમને યુએનનાં પહેલા સંકલ્પને જોવો જોઇએ. તેમાં કહેવામાં આવ્યું છે કે, કાશ્મીરને ફરી એક કરવા માટે પાકિસ્તાને પહેલા બિનકાયદેસર રીતે કબ્જામાં લીધેલ કાશ્મીરનાં હિસ્સાને છોડવો પડશે. પાકિસ્તાને PoKમાંથી પોતાની સેના હટાવી લેવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટર નોએડા: ભાતમાંથી મીટ નિકળતા ભડક્યાં વિદ્યાર્થીઓ, ધર્મ ભ્રષ્ટ કર્યાનો આરોપ


બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનાં વલણ અને તેના દ્વારા આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં લાવવાનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પહેલા પીઓકેને ખાલી કરવું જોઇએ. બોબ બ્લેકમેને કહ્યું કે, સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું. પાકિસ્તાનને પીઓકેને ખાલી કરવું જોઇએ. તેમણે કહ્યું કે જે લોકો કાશ્મીરમાં યુએન રિવોલ્યુશનનું પાલન કરવાની વાત કરે ચે, તે લોકો યુએનનાં પહેલા રિવોલ્યુશનને નજર અંદાજ કરી રહ્યા છે. યુએનનાં પહેલા રિજોલ્યુશનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પીઓકે જમ્મુ કાશ્મીરનો હિસ્સો છે અને પીઓકેને જમ્મુ કાશ્મીરમાં મેળવવાં જોઇએ. તેના માટે પાકિસ્તાની સેનાને પીઓકે ખાલી કરવું જોઇએ.

બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેનનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકોર્ટમાં લઇ જવાની વાત કહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદથી પાકિસ્તાન ગિન્નાયેલું છે અને સતત જેવાતેવા નિવેદનો આપી રહ્યા છે. પાકિસ્તાન ક્યારેય ભારતને યુદ્ધની ધમકીઓ આપે છે, તો ક્યારેય કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહોંચી જાય છે. તેણે ચીન સાથે મળીને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહોંચી જાય છે. તેણે ચીનને મળીને કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવવાનાં પ્રયાસો કર્યા હતા, જો કે તેને ભોંઠુ પડવું પડ્યું હતું. આ મુદ્દે પાકિસ્તાનની સાથે ચીનને પણ શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું હતું.