વોટિંગ પહેલા યેદિયુરપ્પા ભગવાનના શરણે, કહ્યું-`અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ`
ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા આજે કહ્યું કે જનતા સિદ્ધારમૈયાથી ઉબાઈ ગઈ છે.
બેંગ્લુરુ: ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાએ પ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા આજે કહ્યું કે જનતા સિદ્ધારમૈયાથી ઉબાઈ ગઈ છે. આ સાથે જ તેમણે જનતાને બહાર નીકળીને મતદાન કરવાની અપીલ કરી. યેદિયુરપ્પાએ કર્ણાટકની જનતાને સારી સરકાર આપવાનું વચન પણ આપ્યું. એટલું જ નહીં તેમણે જીતના દાવા સાથે કહ્યું કે તેઓ 17મેના રોજ સરકાર બનાવવા જઈ રહ્યાં છે. આ પહેલા તેમણે ઘરમાં પૂજા કરી અને ત્યારબાદ શિકારપુર સ્થિત મંદિરમાં પણ ગયાં.
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224માંથી 222 બેઠકો માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. સવારે લગભગ 7 વાગે જ ભાજપના મુખ્યમંત્રી પદના દાવેદાર બીએસ યેદિયુરપ્પા મતદાન કરવા માટે પોલિંગ બૂથ પર પહોંચ્યા હતાં. તેમણે શિમોગામાં મતદાન કર્યું.
કર્ણાટક ચૂંટણી LIVE: 222 બેઠકો માટે મતદાન જારી, એપથી બૂથમાં મતદાનની લાઈન અંગે જાણી શકાશે