નવી દિલ્હી: એશિયા કપ 2018 ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની મેચ રમાવવા જઈ રહી છે. પરંતુ આ પહેલા જ પાકિસ્તાની સેનાની નાપાક અને કાયરતાપૂર્ણ હરકત સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના એક અધિકારીના જણાવ્યાં મુજબ હેડ કોન્સેટબલ રેન્કના જવાનને સરહદ પારથી ઘાતક સ્નાઈપર શોટથી નિશાન બનાવવામાં આવ્યો. જવાનો આરએસ પુરા સેક્ટરમાં પોતાની બોર્ડર પોસ્ટથી લાંબા ઘાસની સફાઈ કરી રહ્યાં હતાં ત્યારે પાકિસ્તાને આ હરકત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીએ જણાવ્યું કે બીએસએફ જવાન જે મંગળવારે જમ્મુમાં ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ગાયબ થઈ ગયો હતો તે મૃત હાલતમાં મળી આવ્યો. અધિકારીએ કહ્યું કે સર્ચ પાર્ટીને જવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે તેમને એવી શંકા છે કે જ્યારે તેઓ વાડ પાસે વિસ્તારની સફાઈ કરી રહ્યાં હતાં ત્યારે પાકિસ્તાની પક્ષ દ્વારા સટીક ઉદ્દેશ્યથી ગોળી મારવામાં આવી હતી.


હકીકતમાં 18 સપ્ટેમ્બરના રોજ 10.40 વાગે પાકિસ્તાને રામગઢ સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વગર ફાયરિંગ કર્યું. બીએસએફની એક ટુકડી કે જે પેટ્રોલિંગ કરી રહી હતી તેના પર વાડ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ બીએસએફના જવાનોએ તરત પોઝિશન લઈ લીધી હતી અને જવાબ આપ્યો. પરંતુ સરહદ પારથી આવેલી એક ગોળી બીએસએફના જવાનને લાગી ગઈ.