નવી દિલ્હી: બોર્ડર સુરક્ષા દળના સૂત્રોના અહેવાલ અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને રોહિંગ્યાની સાઠગાંઠનો પર્દોફાશ થયો છે. સમાચાર સામે આવી રહ્યાં છે કે, આતંકી સંગઠન JeMના હેન્ડલર્સ રોહિંગ્યાઓનું બ્રેન વૉશ કરી તેમને કટ્ટરપંથી તરફ આકર્ષિત કરી રહ્યાં છે. બીએસએફની રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે, પાકિસ્તાનમાં બેઠેલા JeMના આતંકી કમાન્ડર સાબેર અહમદ બાંગ્લાદેશના કોક્સ બજારમાં રોહિંગ્યાને ટ્રેંડ કરી ભારતની સામે ભડકાવવાનું કામ કરી રહ્યાં છે. ઝી ન્યૂઝના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર JeMના બાંગ્લાદેશમાં હાજર હેન્ડલર મૌલાના યૂનુસે તાજેતરમાં જ 4 રોહિંગ્યાને આતંકી હુમલાની ટ્રેનિંગ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ભારતમાં ઇસ્લામ આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું: RSS નેતા કૃષ્ણ ગોપાલ


બીએસએફ સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશના આતંકી બાગ્લાદેશમાં હરિનમારાના પર્વતોમાં રોહિંગ્યાને ટ્રેનિંગ આપી રહ્યાં છે. બાંગ્લાદેશના કોક્સ બજારમાં આ સમય હજારોની સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થી હાજર છે. જેમને ભારતની સામે આતંકના માર્ગ પર મોકલવા માટે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ જૈશ એ મોહમ્મદના બાંગ્લાદેશમાં હાજર સ્લીપર સેલ દ્વારા છેતરપિંડી કરી રહી છે.


આ પણ વાંચો:- જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ લાગુ કરવા ગૃહ મંત્રાલયની આજે હાઇલેવલ મીટિંગ


ભારતીય સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે પાકિસ્તાન, ISIએ જૈશને સોંપી જવાબદારી
પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ ભારતમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાના પ્રયત્નમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આઇએસઆઇએ આતંકિઓને ભારતીય સુરક્ષા દળો પર મોટો હુમલો કરવાના છે. ગુપ્ત સુત્રોનું માનીએ તો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબ્દુલ રઉફ અસગરને ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવા કહ્યું છે.


આ પણ વાંચો:- નેવી ચીફે કહ્યું કે, આતંકવાદી તો શું ભારતના જળમાર્ગે એક ચકલું પણ ફરકી શકે તેમ નથી


અહેવાલ છે કે અબ્દુલ રઉફ અસગરના 30 થી 40 આતંકવાદીઓના જૂથને લાઇવ ઓફ કંટ્રોલની બાજુમાં આવેલા લોન્ચિંગ પેડ પર મોકલવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદીઓ ભારતીય સૈનિકો પર BAT કાવતરું ઘડી રહ્યા છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...