જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ લાગુ કરવા ગૃહ મંત્રાલયની આજે હાઇલેવલ મીટિંગ

જમ્મુ કાશ્મીરને લઇને આજે ગૃહ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાનારી આ હાઇલેવલ બેઠકમાં ભારત સરકારના સચિવ સ્તરના અધિકારી સામેલ થશે

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન એક્ટ લાગુ કરવા ગૃહ મંત્રાલયની આજે હાઇલેવલ મીટિંગ

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરને લઇને આજે ગૃહ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાનારી આ હાઇલેવલ બેઠકમાં ભારત સરકારના સચિવ સ્તરના અધિકારી સામેલ થશે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ 2019ના કાર્યાન્વયન પર ચર્ચા થશે જેમાં અધિક સચિવ (જમ્મુ-કાશ્મીર) પણ સામેલ થશે.

ત્યારે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછીથી રાજકીય નિવેદનનું યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના કાશ્મીર પ્રવાસ બદલ યોગ્ય જવાબ આપ્યો છે. સત્યપાલ મલિકે કહ્યું કે રાહુલ ગાંધીએએ કાશ્મીર આવવાને લઇને શરત રાખી હતી. જેને નામંજૂર કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના કાશ્મીર પ્રવાસના આમંત્રણ પર ગવર્નરે કહ્યું, 'રાહુલ ગાંધીએ મારો ઇનવિટેશનને સમાપ્ત ન થનારો વ્યવસાય બનાવી દીધો છે, મેં તેમને કાશ્મીર આવવાનું કહ્યું હતું, પરંતુ 5 દિવસ જવાબ મળ્યો નહીં, તે રેકોર્ડ પર છે. બાદમાં તેમણે કહ્યું કે હું લોકોને લઈ જઈશ, કેદીઓને મળીશ, સેનાને મળીશ. બાદમાં મેં તેને (આમંત્રણ) પરત ખેંચ્યું અને કહ્યું કે શરતો સ્વીકાર્ય નથી, પછી મેં કહ્યું કે હું નિર્ણય પ્રશાસન પર છોડું છું.

ગવર્નરે વધુમાં કહ્યું કે, ત્યારબાદ પ્રશાસને પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે, તેમના આવવાથી શાંતિ ભંગ થઇ શકે છે. આવા સમયે મને તમારું આવવું યોગ્ય નથી લાગતું. અને તમારા નિવેદનનો પાકિસ્તાન ઉપયોગ કરશે અને તે જ થયું. આ રાષ્ટ્રહિતનો મામલો છે. તેમાં આ બધુ ના કરવું જોઇએ. પરંતુ તમારે અમારી મદદ કરવી જોઇએ.

લોકસબામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પણ મલિકે યોગ્ય જવાબ આપ્યો છે. અધીર રંજન ચૌધરીએ કહ્યુ હતુ કે, સત્યપાલ મલિકને જમ્મુ કાશ્મીર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવા જોઇએ. કેમ કે, તેઓ ભાજપની ભાષા બોલે છે. તેનો જવાબ આપતા રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, હું તેમની જાણકારી પર શું કમેન્ટ કરું, હું નિષ્ઠા પૂર્વક કામ કરી રહ્યો છું. મને આવા આક્ષેપોથી કોઇ ફર્ક પડતો નથી. રાજ્યપાલ મલિકે વધુમાં કહ્યું કે, અધીર રંજન ચૌધરીએ જે સાંસદમાં કહ્યું છે તેનાથી તેમણે તેમની જ પાર્ટીને કબરમાં સુવડાવી દીધી છે. ભવિષ્યમાં જ્યારે પણ ચૂંટણી થશે, ત્યારે તેમને ચોક્કસપણે કોટ (કાશ્મીર યુએનનો મામલો છે) કરવામાં આવશે.

કાશ્મીરના હાલની પરિસ્થિતિ પર સત્યપાલ મલિકે કહ્યું કે, આજેથી પહેલા જ્યારે પણ આવી ક્રાઇસિસ આવી છે ત્યારે 15 દિવસમાં 100 લોકો સુધી માર્યા ગયા હતા. અમારો ભાર એ છે કે એક પણ જીવ ન જવો જોઇએ, આપણે ઉતાવળ કરવાના પક્ષમાં નથી, કાશ્મીરીઓનું જીવન અમૂલ્ય છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news