Exclusive: કાશ્મીરમાં તૈયાર થઈ રહ્યા છે BSF ના સ્પેશિયલ 70, દુશ્મનોને આપશે જડબાતોડ જવાબ
આ છે ભારતીય સેનાના 7 પેરા ફોર્સના કમાન્ડો, જેમને જોતા જ દુશ્મના રૂંવાડા ઉભા થઈ જાય છે. પેરા સ્પેશિયલ ફોર્સ ભારતીય સેનાની તે elites ફોર્સ છે જેમને સ્પેશિયલ ઓપરેશન માટે લગાવવામાં આવે છે.
મનીષ શુક્લા, કાશ્મીર: ભારતીય સેનાની સ્પેશિયલ ફોર્સના જવાનોને જ્યારે પણ કોઈ ટાસ્ક મળ્યો, ત્યારે તેઓ અટક્યા વિના દેશના દુશ્મનોનો ખાતમો કરીને જ પરત ફર્યા. ભલે પછી ઉરી હુમલા બાદ પાક અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હોય કે પછી મ્યાનમારમાં છૂપાયેલા ઉગ્રવાદીઓ પર હુમલો કરવાનો હોય, પેરા ફોર્સે તેમનું કામ સારી રીતે કર્યું. હવે આ જ પેરા BSF ના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેથી કરીને તેમને વધુ શક્તિશાળી બનાવી શકાય.
લાઈન ઓફ કંટ્રોલ પર જેવા પડકારો છે, એવી સુરક્ષા દળની તૈયારીઓ છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે LOC પર તૈનાત કરવામાં આવતા BSF ના કમાન્ડોને આર્મીના 7 પેરા કમાન્ડો ટ્રેનિંગ આપી રહ્યા છે. BSF ના 70 કમાન્ડો જે હાલમાં શિલાંગથી જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. તેમને બોર્ડર પર તૈનાત કરતા પહેલા આર્મીના પેરા કમાન્ડો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. LOC પર જે રીતની ઓપરેશનલ જરૂરિયાત છે તેને આર્મી અને BSF એક સાથે મળીને તૈયાર કરી રહ્યા છે.
IBPS ક્લર્ક ભરતી 2022 માટે નોટિફિકેશન જાહેર, અહીં કરો સરકારી નોકરી માટે રજિસ્ટ્રેશન
કાશ્મીર થિયેટર પર લાઈન ઓફ કંટ્રોલને ગાર્ડ કરવું ખુબ મોટો પડકાર છે. આ ક્ષેત્રમાં વધારે ચેલેન્જ સાથે વધારે ટફનેસ અને મજબુતી જરૂરી છે. અગાઉ પણ જે આપણી ફોર્સ એલઓસી પર તૈનાત થવા માટે આવતી રહી છે તેમના માટે એક સિસ્ટમ છે. પ્રી ઇન્ડક્શન ટ્રેનિંગને આપણા બિએસએફના લોકો એડવાન્સ ગ્રુપ ટ્રેનિંગ આપી રહ્યા છે, પરંતુ આ વખતે નવા યુગનું કાશ્મીર છે. નવી ચેલેન્જ છે. તેથી અમે સ્પેશિયલ ફોર્સ જે આર્મીના પેરા કમાન્ડો છે તેમની સાથે વાત કરી અને તેમના ટ્રેનર તેમની ફોર્સ જે કેરન સેક્ટરમાં ડિપ્લોય થવા માટે આવી છે તેઓ તેમને ટ્રેનિંગ આપશે.
નોકરી સરકારી કે ખાનગી 5 મુદ્દામાં સમજો સપ્તાહમાં કેવી રીતે મળશે 3 દિવસની રજા
ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ PoK માં સ્થિત 11 ટેરર કેમ્પોમાં 500-600 આતંકવાદીઓ હોવાની જાણકારી મળી છે. તેમાંથી 200 ની આસપાસ લોન્ચ પેડ પર હાજર છે જે ઘુસણકોરીની રાહ જોઈ રહ્યા છે. એવામાં પેરા ફોર્સની ટ્રેનિંગથી તૈયાર BSF ના જવાન આતંકવાદીઓનો સારી રીતે સામનો કરી શકશે.
લગ્ન મામલે ખુલીને વાત કરી એક્ટ્રેસે, શા માટે લગ્ન નથી કરી રહી સુષ્મિતા સેન
BSF ના સ્પેશિયલ 70 જવાનોની ટીમને હથિયાર ચલાવવાથી લઇને દુશ્મનોના હાઈડ આઉટને નષ્ટ કરવાની ટ્રેનિંગ મળી રહી છે. BSF ના તમામ જવાન 97 બટાલિયનના છે. આ જવાન આંખ પર પટ્ટી બાંધી તેમના હથિયારોને તૈયાર કરવામાં નિપુણ બની ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube