નોકરી સરકારી કે ખાનગી 5 મુદ્દામાં સમજો સપ્તાહમાં કેવી રીતે મળશે 3 દિવસની રજા

New Wage Code: તાજેતરમાં શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, ચાર કોડ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે કેમ કે, લગભગ 90 ટકા રાજ્યો પહેલાથી જ નિયમનો ડ્રાફ્ટ લઇને આવ્યા છે.

નોકરી સરકારી કે ખાનગી 5 મુદ્દામાં સમજો સપ્તાહમાં કેવી રીતે મળશે 3 દિવસની રજા

New Wage Code: પગાર, સોશિયલ સિક્યોરિટી, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને નોકરીની સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતિ પર કેન્દ્રના ચાર શ્રમ કોડ ટૂંક સમયમાં લાગુ થવાની સંભાવના છે. પહેલા તેને એપ્રિલ 2021 માં લાગુ કરવાના હતા, જોકે, શ્રમ એક સમવર્તી વિષય છે, તેથી કેન્દ્ર અને રાજ્ય બંને આ ચાર કોડ હેઠળના નિયમોને સૂચિત કરવાના હતા જેથી કરીને તેને કાયદો બનાવી શકાય. તાજેતરમાં શ્રમ મંત્રી ભૂપેન્દ્ર યાદવે વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, ચાર કોડ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે કેમ કે, લગભગ 90 ટકા રાજ્યો પહેલાથી જ નિયમનો ડ્રાફ્ટ લઇને આવ્યા છે.

2019 અને 2020 માં 29 કેન્દ્રીય શ્રમ કાયદાને ચાર શ્રમ કોડમાં સંકલન કરી તર્કસંગત અને સરળ બનાવવામાં આવ્યા, એટલે કે મજૂર કોડ- 2019, ઔદ્યોગિક સંબંધ કોડ- 2020, સામાજિક સુરક્ષા કોડ- 2020 અને વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યકારી શરતો કોડ- 2020 તૈયાર થયા. નવા કાયદા બદલાતા લેબર માર્કેટના વલણો સાથે અનુરૂપ છે તેમજ કાયદાકીય માળખામાં સ્વ-રોજગાર અને પ્રવાસી શ્રમિકો સહિત અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની લઘુત્તમ વેતનની જરૂરિયાતને પૂર્ણ કરે છે.

New Labour Code કર્મચારીઓને કેવી રીતે કરશે પ્રભાવિત

  • ચાર કોડ જો લાગુ થઈ જાય છે, તો ઔદ્યોગિક ઘરોના તેમના કર્મચારીઓ સાથે વ્યવહાર કરવાની રીતમાં ભારે ફેરફાર આવશે અને કામના કલાક, ટેક હોમ સેલેરી અને કર્મચારીઓના અન્ય અધિકારોને પણ પ્રભાવિત કરશે. ઉદાહરણ માટે વેતન કોડ લાગુ થયા બાદ કર્મચારીઓના મૂળ વેતન અને ભવિષ્ય નિધિની ગણતરીની રીતમાં મહત્વપૂર્ણ બદલાવ થશે.
  • એક મહત્વપૂર્ણ પરિવર્તન તે છે કે આ ટેક-હોમ સેલેરીને પ્રભાવિત કરશે, પરંતુ રિટાયરમેન્ટ ફન્ડમાં વધારો કરશે. આ બદલાવનો કેટલાક કર્મચારીઓ વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેનાથી તેમની કર્મચારી ખર્ચમાં વધારો થઈ શકે છે.
  • નવા કોડ અનુસાર કર્મચારીઓનો બેઝિક ગ્રોસ પગારના 50 ટકા થશે. કર્માચારીઓને ટેક હોમ સેલેરી ઓછી થઈ જશે પરંતુ કર્મચારીઓ અને નોકરીદાતા બંનેના પીએફ યોગદાનમાં વૃદ્ધી થશે.
  • નવા કોડ અનુસાર, કંપનીઓ તેમના કર્મચારીઓના વર્તમાન 5 ની જગ્યાએ અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની મંજૂરી મળશે, જો કે, દૈનિક કામના કલાક 9 કલાકથી વધીને 12 કલાક થઈ જશે. કોડ અનુસાર અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું રહેશે. જો અઠવાડિયામાં 4 દિવસ કામ કરવામાં આવે છે તો કર્મચારીને અઠવાડિયામાં 3 દિવસની રજા મળશે. જો કર્મચારી અઠવાડિયાની જરૂરિયાતના 48 કલાકથી વધારે કામ કરે છે તો તેને ઓવરટાઇમ પેમેન્ટ આપવામાં આવશે.
  • નવા વેતન કોડમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ કર્મચારીઓને તેમના છેલ્લા કાર્ય દિવસના બે દિવસમાં સંપૂર્ણ અને અંતિમ પતાવટ ચૂકવવી પડશે. વર્તમાનમાં, વેતન અને બાકી નીકળતી રકમની સંપૂર્ણ ચૂકવણી કર્મચારીના છેલ્લા કાર્ય દિવસથી 45 દિવસથી 60 દિવસ પછી કરવામાં આવે છે. નવા કાયદામાં કહેવામાં આવ્યું છે જ્યાં એક કર્મચારીને (i) સેવામાંથી દાઢી મુકવામાં આવે અથવા તો બરતરફ કરવામાં આવે છે અથવા (ii) સેવામાંથી છટણી કરવામાં આવી છે અથવા રાજીનામું આપ્યું છે, અથવા કંપની બંધ થવાને કારણે બેરોજગાર બન્યો છે, તેને બાકી નીકળતી રમકની ચૂકવણી તેની હકાલપટ્ટી, બરતરફી, છટણી અથવા જે પણ મામલો હોય, તેના રાજીનામાંના બે કાર્ય દિવસની અંદર ચૂકવણી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news