મુરાદાબાદ: બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના નેતા વિજય યાદવે વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. વિજય યાદવે ભાજપના નેતાઓ સાથે મારપીટ કરવાની વાત કરી છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ બીએસપી નેતાએ કહ્યું કે આ ભાજપવાળાઓને તો દોડાવી દોડાવીને મારીશું. ગભરાવવાની જરૂર નથી. આજે તેમને તેમની નાની યાદ આવી ગઈ હશે, મૃત્યુ પામેલી નાની, કે સપા-બસપા એક થઈ ગયાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી માટે બસપા અને સપાના ગઠબંધનનો ઉત્સાહ માયાવતીના 63માં જન્મદિવસ પર મંગળવારે સોશિયલ મીડિયા પર નખાયેલા પોસ્ટરોમાં જોવા મળ્યો. આ પોસ્ટરોમાં માયાવતીને ભાવી વડાપ્રધાન તરીકે રજુ કરાયા છે. બસપા નેતા સુધીન્દ્ર ભદૌરિયાએ એક પોસ્ટર ટ્વિટ કર્યું જેમાં તેમણે માયાવતીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે ભદૌરિયાએ એ સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી કે માયાવતી જ દેશના આગામી વડાપ્રધાન બને. 


આ બાજુ માયાવતીએ પોતાના જન્મદિવસના અવસરે કહ્યું કે હાલમાં જ 12 જાન્યુઆરીના રોજ અમારી પાર્ટીએ સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેનાથી ભાજપની ઊંઘ ઉડી ગઈ છે. દેશનું સૌથી મોટું રાજ્ય હોવાના કારણે ઉત્તર પ્રદેશ અનેક રીતે મહત્વ ધરાવે છે. ઉત્તર પ્રદેશ જ નક્કી કરે છે કે કેન્દ્રમાં આગામી સરકાર કોની બનશે અને આગામી વડાપ્રધાન કોણ હશે. 


PM મોદીની 'નમો એપ' પર થઈ રહ્યો છે મોટો સર્વે, મહાગઠબંધન અંગે પૂછાયો ખુબ મહત્વનો સવાલ


આ અવસરે બસપા અને સપાના લોકોને અપીલ કરી કે તેઓ આ ચૂંટણીમાં પોતાની પાર્ટી અને દેશહિતમાં જૂની પૂરાણી ફરિયાદો ભૂલીને સ્વાર્થની રાજનીતિને બાજુ પર મૂકી એક સાથે કામ કરે અને ઉત્તર પ્રદેશ તથા બાકીના રાજ્યોમાં ગઠબંધનને મતો આપીને જીતાડે તથા આ જ તેમના માટે જન્મદિવસની ભેટ હશે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...