લખનઉ: બસપા (BSP) સુપ્રીમો માયાવતી (Mayawati) એ મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર ખુબ નિશાન સાધ્યું. માયાવતીએ કહ્યું કે કોંગ્રેસે રાજસ્થાન (Rajasthan) ચૂંટણીના બસપાના ધારાસભ્યોનો વિલય કરી લીધો. અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માયાવતીએ કહ્યું કે "રાજસ્થાનમાં ચૂંટણી બાદ બસપાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું પરંતુ ગેહલોતજીએ ગેરબંધારણીય રીતે બધા બસપા ધારાસભ્યોનો કોંગ્રેસમાં વિલય કરવાનું કામ કર્યું. આ અગાઉ પણ તેમણે આ કામ કર્યું હતું અને તે માટે વ્હિપ બહાર પડાયું હતું. બસપા ધારાસભ્ય કોંગ્રેસ વિરુદ્ધ જરૂર મતદાન કરશે કારણ કે ગેહલોતજીએ વારંવાર બસપા ધારાસભ્યોને ખોટી રીતે પોતાની પાર્ટીમાં વિલય કરવાનું કામ કર્યું હતું."


તેમણે વધુમાં કહ્યું કે "કોંગ્રેસના કારણે અમારે કોર્ટમાં જવું પડ્યું અને બસપા યોગ્ય સમયની રાહ જોતી હતી. આ વખતે અમે મામલો ઠંડો પડવા દઈશું નહીં અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું. કોંગ્રેસને પાઠ ભણાવવો જરૂરી છે."


યુપીના પૂર્વ સીએમએ કહ્યું કે "કોંગ્રેસ આજે જે કામને ચોરી કહે છે તે જ કામ કોંગ્રેસે બસપા સાથે કર્યું હતું. ચોરીના સામાનની ચોરી થવાથી આજે કોંગ્રેસ શોર મચાવી રહી છે."


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube