સ્વીડન અને કાશ્મીરનું `બુદ્ધ કનેક્શન`, જાણો બુદ્ધએ બંનેને કેવી રીતે જોડ્યા
તપાસમાં એ પણ ખબર પડી છે કે તે મૂર્તિ ભારતના કાશ્મીરમાં બની હતી. જેને 8મી સદીમાં સ્વીડન પર કાબિજ વીકિંગ રાજાઓના શાસન દરમિયાન ત્યાં લાવવામાં આવી. તે સ્વીડન વેપાર અને કલાનું મોટું કેન્દ્ર હતું.
નવી દિલ્હી: સ્વીડન છેલ્લા બે દિવસથી સાંપ્રદાયિક રમખાણોની ચપેટમાં છે. પરંતુ શું તમને ખબર છે કે સ્વીડનનો કાશ્મીર સાથે એક અદભૂત નાતો છે. આ નાતો જોડ્યો છે એક બુદ્ધની મૂર્તિએ, જે ત્યાં માટીના ખોદકામ દરમિયાન મળી આવી છે. જોકે વર્ષ 1954માં સ્વીડનના એક દ્વીપ 'હેલ્ગો'માં પુરાતત્વવિદ ખોદકામ કરી રહ્યા હતા. ત્યારે પણ માટીમાં દબાયેલી ગૌતમ બુદ્ધની મૂર્તિ મળી. આ મૂર્તિને જોઇને આશ્વર્યમાં પડી જશો. તે મૂર્તિનીએ કાર્બન તપાસ વડે ખબર પડી કે તે મૂર્તિ 5મી સદીની છે.
કાશ્મીરમાં 5મી સદીમાં બની હતી મૂર્તિ
તપાસમાં એ પણ ખબર પડી છે કે તે મૂર્તિ ભારતના કાશ્મીરમાં બની હતી. જેને 8મી સદીમાં સ્વીડન પર કાબિજ વીકિંગ રાજાઓના શાસન દરમિયાન ત્યાં લાવવામાં આવી. તે સ્વીડન વેપાર અને કલાનું મોટું કેન્દ્ર હતું. જાણકારી અનુસાર કાશ્મીર પર લાંબા સમય સુધી બૌદ્ધ રાજાઓનું શાસન રહ્યું. કાશ્મીરના શાસક અશોકે જ શ્રીનગર શહેરને વસાવ્યું હતું. મહાન બૌદ્ધ દાર્શનિક નાગાર્જુન કાશ્મીરના જ નિવાસી હતી. કૃષાણ રાજા કનિષ્કની અધ્યક્ષતામાં ચોથી બૌદ્ધ મહાપરિષદ 78 ઇસમીમાં કાશ્મીરમાં જ આયોજિત કરવામાં આવી હતી.
મૂર્તિ સ્વીડન કેવી રીતે પહોંચશે, કોઇને નથી જાણકારી
એવામાં તે મૂર્તિ હજારો કિલોમીટરનું અંતર કાપીને સ્વીડન કેવી રીતે પહોંચી. આ વિશે આજ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. સ્વીડનમાં મળેલી આ મૂર્તિમાં ભગવાન બુદ્દહ ધ્યાનની મુદ્રામાં છે અને બે કમળ પર બિરાજમાન છે. તેમના માથા પર એક ચાંદીની મોટી બિંદી પણ છે, જેને ઉર્ન કહેવામાં આવે છે. આ ત્રીજી આંખનું પ્રતિક છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવની માફક ત્રીજી આંખની અવધારણા બૌદ્ધ અનુયાયીઓએ બીજી સદીની આસપાસ લઇ લીધી હતી.
સ્વીડનમાં લાગશે યૂરોપની સૌથી મોટી મૂર્તિ
વર્ષ 2015માં સ્વીડન સરકારના ડાક વિભાગે આ મૂર્તિ પર એક સ્ટેમ્પ ટિકીટ પણ જાહેર કરી હતી. હાલ બુદ્ધની આ મૂર્તિ સ્ટોકહોમના સ્વીડિશ હિસ્ટ્રી મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. હવે ભગવાન બુદ્ધની એક મોટી મૂર્તિ સ્વીડનના ફ્રેડરિકા શહેરમાં લાગવા જઇ રહી છે. જ્યારે આ બનીને તૈયાર થશે તો આ યૂરોપની સૌથી મોટી બુદ્ધ મૂર્તિ હશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube