શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ રાહુલ ભટ અને અમરીન ભટના હત્યારા આતંકી લતીફ રાથર અબ્દુલ્લાહને ઠાર કરી દીધો છે. કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું કે બડગામ એનકાઉન્ટરમાં સુરક્ષદળોએ છુપાયેલા ત્રણ આતંકીઓને ઢેર કરી દીધા છે. આતંકીઓ પાસેથી વિવાદાસ્પદ સામગ્રી, હથિયાર અને દારૂ-ગોળો મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા પોલીસના એક પ્રવક્તાએ બુધવારે સવારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જિલ્લામાં ખાનસાહિબ વિસ્તારના વોટરહેલમાં આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 


સર્ચ ઓપરેશન દરમિયાન થઈ અથડામણ
સર્ચ દરમિયાન સુરક્ષાદળોનો સામનો આ આતંકીઓ સાથે થઈ ગયો અને આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. સુરક્ષાદળોએ પણ જવાબી કાર્યવાહી કરી. કાશ્મીર પોલીસના એડિશનલ મહાનિદેશક (કાશ્મીર મંડલ) વિજય કુમારે જણાવ્યું કે આતંકવાદી લતીફ રાઠેર સહિત લશ્કરના ત્રણ આતંકીઓને અથડામણમાં ઘેરી લીધા છે. 


'દેશમાં કાળો જાદૂ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો', કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર પીએમ મોદીનો હુમલો


કાશ્મીરી પંડિતોની હત્યાનો આરોપી છે આતંકી
અથડામણમાં અન્ય કોઈ દુર્ઘટનાની સૂચના નથી. રાહુલ ભટની જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ચડૂરા શહેરમાં 12 મેએ સરકારી કાર્યાલયની અંદર આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેને શરણાર્થીઓ માટે વિશેષ રોજગાર પેકેજ હેઠળ ક્લાર્કની નોકરી મળી હતી. તેના થોડા દિવસ બાદ આતંકીઓએ ટીવી કલાકાર અમરીન ભટની બડગામ જિલ્લાના ચડૂરામાં ગોળી મારી હત્યા કરી દીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube