નવી દિલ્હી: બજેટ 2019 અંતર્ગત આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશની જનતા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવાની સાથે સાથે મહિલાઓ ઉપર પણ ખાસ ફોકસ કર્યું છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશની સંસદમાં 78 મહિલા સાંસદ છે. બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અનેક જાહેરાત કરી. બજેટ ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે આ  દેશની નારી તુ નારાયણી પરંપરા રહી છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ સ્વામી રામકૃષ્ણને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે મહિલાઓની સ્થિતિમાં સુધાર  વગર દુનિયાના કલ્યાણની કોઈ શક્યતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2019: બજેટ નહીં પરંતુ 'વહી ખાતા' રજુ કરી રહ્યાં છે નાણાં મંત્રી, જાણો બંને શબ્દોના અર્થ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...