Budget 2019: બજેટ નહીં પરંતુ 'વહી ખાતા'ને નાણાં મંત્રીએ કર્યું રજુ, જાણો બંને શબ્દોના અર્થ

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સામાન્ય બજેટ રજુ થઈ રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજુ કરી રહ્યાં છે.

Budget 2019: બજેટ નહીં પરંતુ 'વહી ખાતા'ને નાણાં મંત્રીએ કર્યું રજુ, જાણો બંને શબ્દોના અર્થ

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સામાન્ય બજેટ રજુ થઈ રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજુ કરી રહ્યાં છે. આ વખતે બજેટ રજુ કરવા માટે જે પરંપરા ચાલતી આવી હતી તેમાં ફેરફાર કરી બજેટની કોપીને બ્રીફકેસની જગ્યાએ લાલ રંગની બેગમાં રાખવામાં આવી. બજેટને નામ પણ વહી ખાતા આપવામાં આવ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મંત્રાલયની બહાર નીકળીને મીડિયાને બજેટની કોપી રાખેલી બેગ બતાવી હતી. આ બેગ પર અશોક ચિન્હ છે અને સાથે જ પીળા રંગના કપડાંથી બેગ લપેટાયેલી હતી. 

બ્રીફકેસની પરંપરા છોડીને લાલ રંગની  બેગમાં રાખેલી બજેટની કોપી અંગે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પણ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ આપણી ભારતીય પરંપરામાં છે. લાલ રંગની બેગમાં રાખેલી બજેટની કોપી પશ્ચિમ વિચારધારાથી આપણી મુક્તિ દર્શાવે છે. આ બજેટ નહીં પરંતુ વહી ખાતા છે. 

શું ફરક છે બજેટ અને વહી ખાતામાં?
બજેટ શબ્દ ફ્રેન્ચ શબ્દ બોગેટમાંથી આવ્યો છે. જેનો અર્થ બ્રીફકેસ થાય છે. જ્યારે વહી ખાતાનો અંગ્રેજી અર્થ સીધો અર્થ સ્ટેટમેન્ટ ઓફ એકાઉન્ટ થાય છે. આમ પણ ભારતમાં જે બજેટ રજુ થાય છે તેમાં સરકાર પોતાના એકાઉન્ટને જ જનતા સામે રજુ કરે છે. વહી ખાતામાં ઉપર લાગેલા અશોક સ્તંભથી એ વાત તરફ સંકેત જાય છે કે હવે બજેટ પશ્ચિમ વિચારધારાથી સંપૂર્ણ રીતે બહાર આવ્યું છે. 

જુઓ LIVE TV

આઝાદી બાદ પહેલા નાણાં મંત્રી આર કે શંકમુખમ ચેટ્ટીએ બજેટ રજુ કરવા માટે બ્રીફકેસનો ઉપયોગ કર્યો હતો અને સંસદ પહોંચ્યા હતાં. ત્યારબાદ 1958માં પંડિત જવાહરલાલ નહેરુએ પણ આ પરંપરાને આગળ વધારી હતી. ત્યારબાદ આ પરંપરાને યશવંતરાવ ચૌહાણ, મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી અને અરુમ જેટલીએ આગળ વધારી. જો કે કૃષ્ણામાચારી અને મોરારજી દેસાઈ બ્રીફકેસ લઈને સંસદ પહોંચ્યા નહતાં. તેઓ પોતાની સાથે ફાઈલ લઈ ગયા હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news