કર્મચારીઓની Earned Leave 240થી વધીને 300 સુધી થઈ શકે છે. મોદી સરકાર કર્મચારીઓની Earned Leave વધારવા અંગે જલદી નિર્ણય લઈ શકે છે. સરકાર લેબર કોડના નિયમોમાં ફેરફાર અંગે શ્રમ મંત્રાલય, લેબર યુનિયન, અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ વચ્ચે કામના કલાક, વાર્ષિક રજાઓ, પેન્શન, પીએફ, ટેક હોમ સેલરી, રિટાયરમેન્ટ વગેરે અંગે નવા નિયમો પર અનેક નિર્ણયો લઈ ચૂકી છે અને હજુ કેટલાક લેવાના બાકી છે. તેમાં કર્મચારીઓની Earned Leave 240થી વધારીને 300 કરવાની પણ માંગણી કરાઈ હતી. આ વખતે એવી આશા રાખવામાં આવી રહી છે કે બજેટમાં તેના વિશે કઈ વાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધશે Earned Leave?
મની કંટ્રોલ ડોટ કોમના એક રિપોર્ટ મુજબ લેબર યુનિયન સાથે જોડાયેલા લોકો ઈચ્છે છે કે Earned Leave ની મર્યાદા 240થી વધારીને 300 કરવામાં આવે. સંસદથી શ્રમ સુધારાઓ સંલગ્ન નવા કાયદા સપ્ટેમ્બર 2020માં પાસ થયા હતા. હવે કેન્દ્ર સરકારની કોશિશ છે કે તેને જેમ બને તેમ જલદી લાગૂ કરવામાં આવે. જો કે સરકાર તેને જલદી લાગૂ કરવા ઈચ્છે છે પણ એવું કરી શકી નથી. હવે આ વખતે એવી આશા છે કે સરકાર બજેટમાં તેના વિશે કઈક જાહેરાત કરી શકે છે. 


આ ફેરફાર થશે
લેબર કોડના નિયમોમાં બેસિક સેલરી કુલ વેતનના 50 ટકા કે વધુ હોવી જોઈએ. તેનાથી મોટાભાગના કર્મચારીઓના પગારનું માળખું બદલાઈ જશે. બેસિક સેલરી વધશે તો પીએફ અને ગ્રેચ્યુઈટીમાં કપાતા પૈસા પણ વધશે. તેનાથી હાથમાં આવનારો પગાર ઓછો થશે. જો કે પીએફ વધી શકે છે. 


1 ફેબ્રુઆરીએ બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે. કારણ કે ત્યારબાદ દેશમાં લોકસભા ચૂંટણી થવાની છે. આવામાં સરકાર પોતાની વોટબેંક ખાસ કરીને નોકરીયાતોને આકર્ષવા માટે ખાસ જાહેરાતો કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ સરકાર બજેટમાં લેબર કાયદા લાવવાની જાહેરાત કરી શકે છે. સરકાર ઘણા સમયથી લેબર કાયદા લાગૂ કરવાનો પ્લાન ઘડી રહી છે પરંતુ રાજ્યો વચ્ચે સામાન્ય સહમતિ ન  હોવાના કારણે કાયદો લાગૂ કરવામાં વાર લાગે છે. જો કે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે બજેટમાં કોઈ પણ મોટી જાહેરાત કરવામાં નહીં આવે પરંતુ સરકાર પોતાની વોટબેંક માટે કઈક ખાસ જાહેરાતો કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube