શિમલા : હિમાચલ પ્રદેશ સરકારની તરફથી શનિવારે બજેટ રજુ કરવામાં આવ્યું. આ દરમિયાન સરકારની તરફથી આર્થિક રીતે નબળા લોકોની સાથે જ ખેડૂતો માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બજેટ રજુ કરતા કહ્યું કે, સરકાર પ્રદેશનાં આર્થિક રીતે નબળ સામાન્ય વર્ગનાં લોકો માટે 10 ટકા અનામત લાગુ કરશે. મુખ્યમંત્રીએ વર્ષ 2019-20નું બજેટ રજુ કરતા આ અંગે માહિતી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાન મોદીની અરૂણાચલ મુલાકાતથી ભડક્યું ચીન, ભારતે આપ્યો કડક જવાબ

સૌર વાડ લગાવવા માટે 50 ટકાની છુટ
મુખ્યમંત્રીએ કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન આંતરિક સુરક્ષા જાળવણી અધિનિયમ (મીસા) હેઠળ ધરપકડ કરાયેલા લોકોને 11 હજાર રૂપિયા વાર્ષિક લોકતંત્ર પ્રહરી સન્માન આપવાની પણ જાહેરાત કરવામાં આવી. ઠાકુરે કહ્યું કે, સિંચાઇ માટે વિજલી દરને પણ હાલનાં 75 પૈસા પ્રતિ યૂનિટથી ઘટાડીને  50 પૈસા પ્રતિ યૂનિટ કરવામાં આવશે. આ ઉપરાંત વાંદરાઓથી પાકને બચાવવા માટે સૌર વાડ લગાવવા માટે ખેડૂતોને સરકાર 50 ટકા સહાયતા આપવામાં આવશે. 


દેશને જાતીવાદ અને પરિવારવાદમાં વહેંચી રહ્યું છે મહાઠગબંધન: અમિત શાહ

15 નવા અટલ આદર્શ વિદ્યાલય ખોલવામાં આવશે
જયરામ ઠાકુરે કહ્યું કે, પર્યટકોને આકર્ષીત કરવા માટે શિમલામાં બે પ્રકાશ અને ધ્વની પ્રદર્શની ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર શિક્ષણને ધ્યાનમાં રાખતા 15 નવા અટલ આદર્શ વિદ્યાલય પણ ખોલવામાં આવશે. જયરામ ઠાકુરે શનિવારે વિધાનસભામાં પોતાનું બીજુ બજેટ રજુ કર્યું. આ દરમિયાન સરકારે ખેડૂતો, પંચાયત પ્રતિનિધિઓ અને કર્મચારીઓનો વિશેષ ખ્યાલ રાખ્યો હતો. બજેટમાં પંચાયતના પ્રતિનિધિઓનું માનદ વેતન વધારવાની સાથે જ કર્મચારીઓને જુલાઇથી મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત પણ કરવામાં આવી.