વડાપ્રધાન મોદીની અરૂણાચલ મુલાકાતથી ભડક્યું ચીન, ભારતે આપ્યો કડક જવાબ
ચીને વડાપ્રધાન મોદીના અરૂણાચલ પ્રદેશની મુલાકાતનો વિરોધ કરતા કહ્યું કે, ભારતીય નેતૃત્વને એવી જ કોઇ કાર્યવાહીથી દુર રહેવું જોઇએ જે સીમા પ્રશ્નને જટિલ બનાવતી હોય
Trending Photos
બીજિંગ : ચીનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અરૂણાચલપ્રદેસની મુલાકાતને શનિવારે દ્રઢતાથી વિરોધ કર્યો અને કહ્યું કે,, તેઓ પણ આ સંવેદનશીલ સીમાંત પ્રદેશને માન્યતા નહી આફે અને ભારતીય નેતૃત્વને આવી જ કોઇ કાર્યવાહીથી દુર રહેવું જોઇએ જે સીમા પ્રશ્નને જટીલ બનાવે છે. ચીની વિદેશમંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે મોદીના અરૂણાચલ પ્રદેશની મુલાકાત અંગે એક સવાલનાં જવાબમાં કહ્યું કે, ચીન-ભારત સીમા પર ચીનનું વલણ સુસંગત અને સુષ્પષ્ટ છે.
ચીન સરકારે ક્યારે પણ તથાકથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા નથી આપી અને તેઓ ચીન-ભારત સીમાના પૂર્વ ખંડના ભારતીય નેતાનો સમયગાળાનો દ્રઢતાપુર્વક વિરોધ કરે છે.દ્વિપક્ષીય સંબંધોની ગતિમાં સુધારાની ગતિ યથાવત્ત રાખે અને એવી કાર્યવાહીથી વિરોધ કરે જે વિવાદને વધારી દે અથવા સીમા પ્રશ્નનો ઉકેલ લાવે.
ભારતે ચીની પ્રતિક્રિયાનો આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અરૂણાચલ પ્રદેશ રાજ્ય ભારતનું અભિન્ન અંગ છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતીય નેતા સમયાંતરે અરૂણાચલ પ્રદેશની મુલાકાત કરે છે જેમ કે ભારતનાં અન્ય ભાગોની મુલાકાત લેતી હોય છે. આ સુસંગત વલણથી અનેક વખત ચીની પક્ષને માહિતીગાર કરાવવામાં આવી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચીની દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. ભારત અને ચીન સીમા વિવાદ ઉકેલવા માટે અત્યાર સુધી 21 દોર પુર્ણ કરી ચુક્યા છે. વડાપ્રધાન મોદીએ શનિવારે અરૂણાચલ પ્રદેશમાં ચાર હજાર કરોડ રૂપિયાથી વધારે મુલ્યની યોજનાનું ઉદ્ધાટન કર્યું અને તેમની આધારશિલા મુકી અને કહ્યું કે, તેમની સરકાર સીમાંત રાજ્યના સંપર્ક સુધારવાને ખુબ જ મહત્વ આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમની સરકાર રાજમાર્ગ, રેલ માર્ગ, હવાઇ માર્ગ અને વિજળીની સ્થિતીને સુધારવાને મહત્વ આપી રહ્યા છે. જેને ગત્ત સરકારોએ નજર અંદાજ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે