Budget Session: આજે ભારત દુનિયાની સમસ્યાઓના સમાધાનનું માધ્યમ બન્યું છે- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જોયા છે.
નવી દિલ્હી: આજથી બજેટ સત્રની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બજેટ સત્રમાં સામેલ થતા પહેલા કહ્યું કે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ રહી છે. આ પહેલા દિવસે જ અર્થ જગતમાં એવો અવાજ જે સર્વસામાન્ય હોય છે તેવો અવાજ ચારેબાજુથી સકારાત્મક સંદેશ લઈને આવી રહ્યો છે. તે આશાની કિરણ લઈને આવી રહ્યો છે, નવી આશાઓ લઈને આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જે પહેલીવાર સંયુક્ત સદનને સંબોધિત કરવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિનું અભિભાષણ ભારતનું ગૌરવ છે. સંસદીય પરંપરાનું ગૌરવ છે. તેમણે કહ્યું કે ભારતના બજેટ પર સમગ્ર વિશ્વની નજર છે અને તે સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને રોશની આપશે. બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંને સદનને સંયુક્ત રીતે સંબોધન કર્યું.
રાષ્ટ્રપતિનું સંબોધન
સંસદને સંયુક્ત રીતે સંબોધતા પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમૃતકાળનો આ 25 વર્ષનો કાળખંડ, સ્વતંત્રતાની સ્વર્ણિમ શતાબ્દીનો, અને વિક્સિત ભારતના નિર્માણનો કાળખંડ છે. આ 25 વર્ષ બધા માટે અને દેશના પ્રત્યેક નાગરિક માટે કર્તવ્યોની પરાકાષ્ઠા દેખાડવાના છે. સરકારના લગભગ નવ વર્ષમાં ભારતના લોકોએ અનેક સકારાત્મક પરિવર્તન પહેલીવાર જોયા છે. સૌથી મોટું પરિવર્તન એ થયું કે આજે દરેક ભારતીયોનો આત્મવિશ્વાસ ટોચ પર છે અને દુનિયાનો ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે.
CM અરવિંદ કેજરીવાલને મળી મારી નાખવાની ધમકી! જાણો શું છે મામલો
બજેટના એક દિવસ પહેલા થયો મોટો ખુલાસો, ઘર ખરીદનારાઓને થશે મોટો ફાયદો!
લીલા બટાકા સહિત આ 4 વસ્તું ભૂલેચૂકે ન ખાવી જોઈએ, કારણ ખાસ જાણો નહીં તો પસ્તાશો
પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ ચલાવવાનો નિર્ણય
તેમણે કહ્યું કે સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજનાને નવી પરિસ્થિતિઓ મુજબ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. જે સંવેદનશીલ અને ગરીબહિતૈષી સરકારની ઓળખ છે. સરકારે સદીઓથી વંચિત રહેલા ગરીબો, દલિત, પછાત, આદિવાસી સમાજની ઈચ્છાઓ પૂરી કરી તેમને સપના દેખાડવાનું સાહસ કર્યું છે.
દેશના 11 કરોડ નાના ખેડૂત સરકારની પ્રાથમિકતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત રહ્યા હતા. હવે તેમને સશક્ત અને સમૃદ્ધ કરવા માટે દરેક પ્રકારે કોશિશો થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube