• જ્યોતિષ શાસ્ત્રમાં બુધ દેવતાઓનો સંદેશવાહક ગ્રહ છે. કુંડળી વિશ્લેષક અને ભવિષ્યવક્તા અનીષ વ્યાસે જણાવ્યું કે, બુધ ડબલ પ્રકૃતિનો ગ્રહ છે. બુધ ગ્રહ જ્યોતિષમાં બે રાશિ ચિહ્ન અર્થાત કન્યા અને મિથુન પર પોતાનું નિયંત્રણ રાખે છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી મીડિયા/બ્યૂરો :બુદ્ધિ, બૌદ્ધિકતા, વિદ્યા, લેખન શક્તિ, પત્રકારિતા, સાહિત્યના કારક ગ્રહોના સ્વામિત્વ ચંદ્ર પુત્ર બુધ ગ્રહએ આજે 28 નવેમ્બરની રોજ સવારે 7 વાગ્યે તુલા રાશિમાંથી નીકળીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં તે 17 ડિસેમ્બર બપોરે 11.35 કલાક સુધી રહેશે. ત્યારે દરેક રાશિ પર આ પરિભ્રમણની અસર થશે. 


જ્યોતિષ શાસ્ત્રમાં બુધ દેવતાઓનો સંદેશવાહક ગ્રહ છે. કુંડળી વિશ્લેષક અને ભવિષ્યવક્તા અનીષ વ્યાસે જણાવ્યું કે, બુધ ડબલ પ્રકૃતિનો ગ્રહ છે. બુધ ગ્રહ જ્યોતિષમાં બે રાશિ ચિહ્ન અર્થાત કન્યા અને મિથુન પર પોતાનું નિયંત્રણ રાખે છે. બુધથી પીડિત લોકોએ મા  દુર્ગાની આરાધના કરવી જોઈએ. બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. લીલા મગનું દાન કરવું જોઈએ. બુધવારે ગણપતિને સિંદૂર ચઢાવવું જોઈએ. બુધવારે કન્યા પૂજન કરીને વસ્તુઓનું દાન કરવુ જોઈએ. 


આ પણ વાંચો : કેડિલા પ્લાન્ટની અંદરની તસવીરો, જ્યાં પીએમ મોદીએ કર્યું કોરોના વેક્સીનનું નિરીક્ષણ


બુધના પરભ્રમણની રાશિ પર અસર 


  • મેષ રાશિ 


સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર થતા બચો. કોઈને પણ અધિક ધન ઉધાર તરીકે ન આપો. સ્પર્ધામાં સારી રીતે સફળતા મેળવવા આકરા પ્રયાસ કરવા પડશે. પોતાના આળસને હાવી ન થવા દો.


  • વૃષભ રાશિ


દાંપત્ય જીવનમાં કડવાટ આવી શકે છે. વેપારની દ્રષ્ટિએ સમય સારો રહેશે. વિવાહ વગેરે માંગલિક કાર્યો માટે શુભ અવસર આવશે. સરકારી કામ પૂરા થશે. મકાન અતવા વાહનના સંકલ્પ પૂર્ણ કરી શકો છે. 


  • મિથુન રાશિ


તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પારિવારિક જીવનમાં ક્લેશ આવી શકે છે. કોર્ટ કચેરીના મામલા બહાર જ સોલ્વ કરો તો સારું. વિદેશ સંબંધી કાર્ય માટે સમય અનુકૂળ છે. ધર્મ-કર્મ મામલામાં રુચિ વધશે. દાનપુણ્ય પણ કરો. વધુ જરૂરી ન હોય તો મુસાફરી ન કરો. અધિક ખર્ચથી બચો. 


  • કર્ક રાશિ


શિક્ષાના ક્ષેત્રમાં સફળતા મળશે. વેપારીઓ માટે ગોચર સારુ સાબિત થશે. આવકના સ્ત્રોત વધશે. પરંતુ ભાગીદારીનો વેપાર કરવાથી બચો. સંતાન સંબીધી ચિંતાથી મુક્તિ મળશે. 


  • સિંહ રાશિ


માતાપિતાના સ્વાસ્થયનું વિશેષ ધ્યાન રાખો. મિત્રો તેમજ સંબંધીઓ સાથે સંબંધ બગડવા ન દો. વિવાદોથી દૂર રહો. મુસાફરીમાં સામાન ચોરી થતા બચો. જમીન મિલકત સાથે જોડાયેલ કેસનો નિવેડો આવશે. તમારી ઉર્જાશક્તિનો પૂર્ણ ઉપયોગ કરો.


  • કન્યા રાશિ


પરિવારના વરિષ્ઠ સદસ્યો તથા નાના ભાઈઓ સાથે મતભેદ ન કરો. નારી શક્તિ માટે આ ગોચર વધુ ફળદાયી સાબિત થશે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સારો રહેશે. સ્પર્ધામાં સફળતા મળશે. વિદેશી કંપનીઓમાં પણ સર્વિસ માટે આવેદન કરવાનું સફળ રહેશે. 


  • તુલા રાશિ


પારિવારિક જીવનમાં ક્લેશ થઈ શકે છે. મનથી કાર્યો કરો. સફળતા મળશે. રોજગારની દિશામાં કરાયેલા પ્રયાસ સફળ રહેશે. એક્સપોર્ટ ઈમ્પો્ટ સાથે જોડાયેલ વેપારીઓને ફાયદો મળશે. જમીન મિલકત સાથે જોડાયેલ મામલામાં નિવેડો આવશે. વિદેશી મિત્રો અથવા સંબંધીઓનો સહયોગ મળશે.


  • વૃશ્ચિક રાશિ


સ્વાસ્થય પર વિપરીત અસર પડી શકે છે. સાહસના બળ પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિજય પ્રાપ્ત કરી શકશો. સરકારી નોકરીઓમાં આવેદન કરવાનુ શુભ રહેશે. આપેલું ધન પરત મળી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો. 


  • ધન રાશિ


તમારી ભાગદોડ વધી શકે છે. દાંપત્ય જીવનમાં કડવાટ આવી શકે છે. વિવાહ સંબંધિત વાર્તામાં થોડો વિલંબ આવી શકે છે. ધન હાનિની સંભાવના છે. મિત્રો અથવા સંબંધીઓ પાસેથી અશુભ સમાચાર મળી શકે છે. ઝડડાના વિવાદથી બચો અને કોર્ટ કચેરીના કામ બહાર જ પૂરા કરો. 


  • મકર રાશિ


આવકમાં વધારો થશે, મોટા ભાઈ સાથે મતભેદ વધી શકે છે. પરિવારમાં અલગ થવાની સ્થિતિ પેદા થઈ શકે છે .વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ફાયદો મળી શકે છે. સંતાન સંબંધી ચિંતા દૂર થશે. નવદંપતીને સંતાન પ્રાપ્તિના યોગ છે. લાગણીમાં રહીને નિર્ણય ન લો. 


  • કુંભ રાશિ


તમારા કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. પદોન્નતિની તક મળશે. તમારા અધિકારીઓ સાથે સારા સંબંધ બનાવીને રાખો. સરકારી કામકાજમાં સફળતા મળશે. મકાન વાહન ખરીદવાના યોગ છે. વિદેશી કંનપીઓમાં સર્વિસ માટે આવેદન કરી શકો છો. માતાપિતાના સ્વાસ્થ્ય માટે ચિંતા રહેશે.


  • મીન રાશિ


ભાગ્યોદય હોવાની શક્યતા છે. ધર્મ કર્મના મામલામાં આગળ વધીને ભાગ લેશો. સામાજિક પદ પ્રતિષ્ઠા વધશે. તમારા નિર્ણયોની પણ પ્રશંસા થશે. વિવાહ સંબંધી વાતો પણ સફળ રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. વેપારીઓ માટે ઉત્તમ સમય રહેશે. ભાગીદારીનો વેપાર કરવાથી બચો.