Building collapses in Paharganj Delhi: દિલ્હીના પહાડગંજમાં મોટો અકસ્માત સર્જાયો છે. પહાડગંજની ખન્ના માર્કેટમાં એક જૂનું મકાન ધરાશાયી થઇ ગયું છે. જેમાં ઘણા લોકો દટાયા હોવાની સૂચના છે. ઘટનાની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડે પોતાની 8 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી દીધી છે. ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને રાહત બચાવ કાર્ય ચાલુ છે. 
 
પોલીસના જણાવ્યા અનુસાર ગુરૂવારે સાંજે પહાડગંજમાં એક જૂની બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી. આ સૂચના બાદ પોલીસ સાથે જ ફાયર બ્રિગેડ અને સિવિલ ડિફેન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવકાર્ય અભિયાન શરૂ કર્યું. સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન સુરેશ મલિકે જણાવ્યું કે તેમની ટીમો બચાવ અભિયાનમાં વહિવટીતંત્રની મદદ કરી રહી છે. હાલ 4 લોકોને બિલ્ડીંગના કાટમાળ નીચે કાઢવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે આ ઘટનમાં 3.5 વર્ષના બાળક અમઝદનું મોત થયું છે. જ્યારે મોહમંદ ઝહીર (52) અને તેમના બે બાળકો અલીફા (8) અને ઝરીના (1.5) ને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બિલ્ડીંગમાં અન્ય ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube