બુલંદશહેરઃ ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં સોમવારે ભડકેલી હિંસામાં ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહ ઉપરાંત એક યુવક સુમિત કુમારનું પણ મોત થયું હતું. પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યામાં પુરાવા એક્ઠા કરવાના પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન ટોળામાં સુમિતને ગોળી વાગવાની ઘટનાનો એક વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે સુમિતના પેટમાં ગોળી વાગી છે અને તેના મિત્રો તેને સારવાર માટે લઈ જઈ રહ્યા છે. સુમિતના પરિજનોનો આરોપ છે કે, પોલીસ ગોળીબારમાં તેનું મોત થયું છે. પોલીસ તપાસ થયા બાદ જ આગળ કશું કહેવા માગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુલંદશહેર હિંસા : ટોળામાં સુમિતને આ રીતે વાગી ગોળી, LIVE VIDEO


ચિંગરાવઠીના રહેનારા સુમિતને ઘાયલ સ્થિતીમાં બુલંદશહેરતી મેરઠની આનંદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. 19 વર્ષનો સુમિત કુમાર અભ્યાસ કરતો હતો અને તે પોલીસમાં ભરતી થવા માગતો હતો. તે લખાવટી કોલેજમાં બીએના બીજા વર્ષમાં ભણતો હતો. 


બુલંદશહેર હિંસાઃ BJP સાંસદ ભોલા સિંહે જણાવ્યું અસલી કારણ


પરિજનોએ જણાવ્યું કે, સુમિતે યુપી પોવલીસની કોન્સ્ટેબલ ભરતીની લેખિત પરીક્ષા પણ આપી હતી, જેનું પરિણામ આવવાનું બાકી છે. સાથે જ તે અન્ય પરીક્ષાની પણ તૈયારી કરતો હતો. સોમવારે બપોરે સુમિતનો એક મિત્ર અરવિંદ તેમના ઘરે લગ્નનું કાર્ડ આપવા આવ્યો હતો. ચા પીધા બાદ પેલા મિત્રએ સુમિતને અડધે સુધી મુકી જવા વિનંતી કરી હતી. આથી સુમિત તેને બાઈક પર ચિંગરાવઠી પોલીસ ચોકી સામેના બસ સ્ટેન્ડ પર મુકવા ગયો હતો. થોડા સમય બાદ જ સુમિતને ગોળી વાગ્યાની પરિજનોને જાણ થઈ હતી. 


ઇન્સ્પેક્ટને માથામાં ગોળી કોણે મારી? ગ્રાઉન્ડ રિપોર્ટ


એડીજીના જણાવ્યા અનુસાર, ઈન્સ્પેક્ટર સુબોધના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમને ગોળી વાગવાની પુષ્ટિ થઈ છે. રિપોર્ટ અનુસાર, ગોળી તેમના ડાબી આંખની ઉપરથી માથામાં ઘુસી ગઈ હતી. તેમણે જણાવ્યું કે, ચિંગરાવઠીના સુમિતના મૃતદેહનું પણ પોસ્ટમોર્ટમ થઈ ગયું છે અને તેના મોતનું કારણ પણ ગોળી વાગવાનું જણાવાયું છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો