મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનમાં 5 સ્ટાર હોટલને શરમાવે તેવી સુવિધાઓ હશે
ભારતીય રેલ્વેની તરફથી નાના બાળકોથી માંડીને બિમાર વૃદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર થઇ રહી છે ડિઝાઇન
નવી દિલ્હી : મુંબઇ- અમદાવાદ હાઇસ્પીડ રેલ્વે કોરિડોર પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણમાં લાગી રહેલા સમયનાં કારણે તેની લોન્ચિંગ ડેટ ભલે થોડી આગળ વધારવી પડે, પરંતુ રેલ્વે બુલેટ ટ્રેનની મુસાફરીને સુવિધાજનક બનાવવામાં કોઇ કસર નહી છોડે. ખુબ જ ઓછા સમયમાં નિશ્ચિત મંજીલ સુધી પહોંચવાની સાથે જ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી માતાઓ પોતાના બાળકને દુધ પીવડાવી શકે તે માટે અલગ ફિડિંગ રૂમ હશે. બિમાર લોકો માટે ખાસ વ્યવસ્થા હશે. ટોઇલેટની સમસ્યાને જોાત બુલેટ ટ્રેનમાં પુરૂષો અને મહિલાઓ માટે અલગ અલગ ટોઇલેટ હશે.
ભારતીય રેલ્વેની તરફથી સુવિધાઓ પહેલીવાર પ્રદાન કરવામાં આવશે. દરેક ટ્રેનમાં 55 સીટો બિઝનેસ ક્લાસ અને 695 સીટો સ્ટાન્ડર્ડ ક્લાસ માટે અનામત હશે. ટ્રેનમાં યાત્રીઓના સામાન મુકવા માટે પુરતી જગ્યા આપવામાં આવશે .E5 શિંકનસેન સીરીઝ બુલેટ ટ્રેનમાં બેબી ચેન્જિંગ રૂમની પણ સુવિધા હશે. જેમાં બેબી ટોઇલેટ સીટ, ડાયપર, ડિસ્પોઝેબલ ટેબલ અને બાળકોના હાથ ધોવા માટેના ઓછી ઉંચાઇઓ વાળા સિંક પણ હશે.
10 કોની હાઇસ્પીડ ટ્રેનમાં વીલચેર ધરાવતા યાત્રીઓ માટે વધારાની જગ્યાવાળા ટોઇલેટ હશે. રેલ્વે દ્વારા બુલેટ ટ્રેન માટે તૈયાર કરાયેલ બ્લુપ્રિંટ અનુસાર 750 સીટો વાળી આ ટ્રેન આધુનિક જમાનાની ટ્રેન હશે. તેમાં વોલ માઉન્ટેડ યૂરિનલની સુવિધા પણ આપવામાં આવશે. ડબામાં આરામ દાયક સ્વયંસંચાલિત ફરી શકે તેવી સીટોની વ્યવસ્થા પણ હશે.
ટ્રેનમાં ફ્રિઝર, હોટ કેસ, પાણી ઉકાળવાની સુવિધા, ચા-કોફી બનાવવાનું મશીન અને બિઝનેસ ક્લાસમાં હેન્ડ ટોવેલ વોર્મરની સુવિધા આપવામાં આવશે. ડબ્બામાં એલસીડી સ્ક્રીન લાગેલી હશે. જ્યાં હાલના સ્ટેશન, આગામી સ્ટેશન અને ટ્રેનને પહોંચતા લાગનારો સમય સહિતની માહિતી આપવામાં આવશે.
મોદી સરકારની પહેલી બુલેટ ટ્રેન યોજના અંતર્ગત રેલવે 5 હજાર કરોડ રૂપિયામાં જાપાન પાસેથી 25E5 સીરીઝની બુલેટ ટ્રેન ખરીદવા માટેની તૈયારીમાં છે. મુંબઇ- અમદાવાદ કોરિડોરનો મોટા ભાગનો હિસ્સો એલિવેટેડ હશે. જેમાં ઠાણે વિરાર સુધી 21 કિલોમીટર સુધી સુરંગનો પણ સમાવેશ થાય છે. તેમાં પણ સાત કિલોમીટરની ટનલ તો સમુદ્રની અંદર બનાવવામાં આવશે.