બુરાડી કાંડના 22 દિવસ બાદ પરિવારના પાલતૂ કુતરાનું પણ મોત, આ રહ્યું કારણ
બુરાડીના સંતનગર વિસ્તારમાં રવિવારે એક મકાનમાં 11 લોકોના રહસ્યમય સામૂહિક આત્મહત્યા પર પોલીસ હજુસુધી પડદો ઉઠાવી શકી નથી. ઘરમાંથી 11 લાશો ઉપરાંત કેટલીક ધાર્મિક નોટ્સ અને એકમાત્ર જીવિત આ કુતરો મળ્યો હતો.
નવી દિલ્હી: બુરાડીમાં એક પરિવારના 11 સભ્યોના મોત બાદ હવે તે પરિવારના પાલતૂ કુતરાનું પણ મોત થયું છે. કુતરાનું મોત લગભગ 22 દિવસ બાદ થયું છે. પરિવારના બધા સભ્યોના મોત બાદ કુતરા ટોમીને હાઉસ ઓફ સ્ટ્રે એનિમલ (HSA)ને સોંપવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે (22 જુલાઇ 2018)ના રોજ સાંજે કાર્ડિક અરેસ્ટના લીધે ટોમીનું પણ મોત નિપજ્યું છે. 11 સભ્યોના મોત બાદ જ્યારે તેને તેના ઘરેથી લઇ જવામાં આવ્યો ત્યારે તેની તબિયત ખરાબ હતી. તેને તાવ હતો. પરંતુ તેને તે સંસ્થાને સોંપવામાં આવ્યો હતો.
બુરાડીના સંતનગર વિસ્તારમાં રવિવારે એક મકાનમાં 11 લોકોના રહસ્યમય સામૂહિક આત્મહત્યા પર પોલીસ હજુસુધી પડદો ઉઠાવી શકી નથી. ઘરમાંથી 11 લાશો ઉપરાંત કેટલીક ધાર્મિક નોટ્સ અને એકમાત્ર જીવિત આ કુતરો મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પરિવારજનોએ આત્મહત્યા કરી, તે સમયે તેને છત પર બાંધવામાં આવ્યો હતો.
Offer: Amul આપી રહ્યું છે અમૂલ્ય તક, દર મહિને કરી શકશો 5 થી 10 લાખ સુધી કમાણી..
પોલીસને પડોશીઓએ જણાવ્યું કે જૈકીને મૃતક પરિવાર પોતાના પરિવારના સભ્યની માફક માનતો હતો. જૈકી જ્યારે ખૂબ નાનો હતો, ત્યારે તેને ક્યાંકથી લાવ્યા હતા. જૈકી ઘરમાં ઘુસનાર કોઇપણ અજાણ્યા વ્યક્તિને જોઇને ભસતો હતો. પરંતુ ઘટનાની રાત્રે તેના ભસવાનો અવાજ સંભળાયો ન હતો.
HSAના સંસ્થાપક સંજય મહાપાત્રાએ જણાવ્યું કે ભાટિયા પરિવારના મોત બાદ ટોમીને અહીં લાવવામાં આવ્યો હતો અને તેની દેખભાળ કરવામાં આવતી હતી. રવિવારે બધુ ઠીક હતું, પરંતુ સાંજે તે અચાનક પડી ગયો. માનવામાં આવી રહ્યું હતું કે કાર્ડિયાક અરેસ્ટના લીધે તેનું મોત નિપજ્યું છે. મહાપાત્રાના અનુસાર જ્યારથી અમે તેને બુરાડીથી લાવ્યા હતા, ત્યારથી તેની હાલાતમાં સુધાર પણ થયો હતો. જ્યારે પણ સંસ્થાનો કોઇ સભ્ય તેને ફરવા લઇ જતો હતો તો તેનો ચહેરો જોતિ. તે તેને સૂંઘીને પણ પોતાના પરિવારને જોવાનો પ્રયત્ન કરતો હતો.