નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના બુરાડીમાં 1 પરિવારના 11 સભ્યોના રહસ્યમયી પરિસ્થિતિમાં મોત પર એક સંબંધીએ કહ્યું કે પરિવાર ધાર્મિક હતો. જેમ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ તાંત્રિકના પ્રભાવમાં હતા તો તેવું નથી. આ એક ષડયંત્ર છે. સમાચાર એજન્ડી એએનઆઈ પ્રમાણે સંબંધી સુજાતાએ જણાવ્યું કે, ઘરમાં જે પાઇપ મળ્યા છે તેનું કનેક્શન સૌર ઉર્જા (solar energy) સાથે છે. આ સાથે ઘરમાં વેન્ટિલેશન માટે તેને લગાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 સભ્યોની આંખો નેત્ર બેન્કને કરી દાન
મૃતક 11  સભ્યોની આંખો સોમવારે એક નેત્ર બેન્કને દાન કરવામાં આવી. આ પરિવારના 10 સભ્યો છત સાથે લટકતા મળ્યા હતા અને એક વ્યક્તિનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. મૃતકોની આંખો ગુરૂ નાનક આઈ સેન્ટરમાં દાન કરવામાં આવી. તેને લઈને સંબંધીઓએ કહ્યું કે, પરિવાર ધાર્મિક હતો અને હંમેશા બીજાની મદદ કરતો હતો. એક સંબંધીએ સોમવારે મીડિયાને કહ્યું, પરિવારે હંમેશા બીજાની મદદ કરી છે અને પોતાની આંખો દાન કરીને 22 લોકોની મદદ કરી શકે છે, કારણ કે એક જોડી આંખ બે લોકોની આંખમાં રોશની આપે છે. 



આ સંપૂર્ણ મામલામાં ડોક્ટર કલ્ટ સૂઇસાઇડ કે પજેસિવ સિન્ડ્રોમ સાથે જોડીને જોઈ રહ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે જો પરિવારના 11 લોકોના જીત લેવા પાછળ પુત્રનો પ્લાન છે તો પુત્ર પજેસિવ સિન્ડ્રોમનો શિકાર હોઈ શકે છે. આ કેસમાં સૂઇસાઇડ હોવાના પણ સંકેત છે. 


ઘટનાની રાત પહેલા ઘર પર રોટલીની ડિલીવરી કરનાર વ્યક્તિ ઋૃષિએ જણાવ્યું, તેમણે આશરે રાત્રે 10.30 કલાકે 20 રોટલીનો ઓર્ડર આપ્યો હતો. હું 10.45 કલાકે ડિલીવર કરવા ગયો. પુત્રીએ ઓર્ડર લીધો અને પિતાને પૈસા આપવાનું કહ્યું. બધુ સામાન્ય હતું. ઋૃષિએ જ અંતિમ વાર પરિવારના સભ્યોને જોયા હતા.