શ્રીનગરઃ આજે જેશ આઝાદીનો જશ્ન મનાવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના પિતાએ તિરંગો ફરકાવ્યો અને તેને સલામી આપી. હિઝબુક આતંકવાદી બુરહાન વાનીના પિતાએ મુઝફ્ફર વાનીએ ગર્લ્સ હાયર સેકેન્ડરી સ્કૂલમાં રવિવારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો અને રાષ્ટ્રગીત પણ ગાયુ હતું. મહત્વનું છે કે બુહરાન વાની જુલાઈ 2016માં સુરક્ષાદળોની સાથે અથડામણમાં ઠાર થઈ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યુ કે બુરહાન વાનીના પિતા મુઝફ્ફર વાની એક શિક્ષક છે અને કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસને શિક્ષણ સહિત તમામ વિભાગોને તે નક્કી કરવાનું કહ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પર બધા કાર્યાલયોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે. 


ઉલ્લેખનીય છે કે હિઝબુલ કમાન્ડર બુરહાન વાની 8 જુલાઈ, 2016 ના રોજ એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો દ્વારા માર્યો ગયો હતો. આતંકવાદી બુરહાન માત્ર 15 વર્ષની ઉંમરે હિઝબુલમાં જોડાયો હતો. જ્યારે બુરહાન વાની માર્યો ગયો હતો, ત્યારે ખીણ સંપૂર્ણપણે અશાંત હતી. કાશ્મીરમાં લગભગ પાંચ મહિના સુધી અશાંત વાતાવરણ રહ્યું હતું જે દરમિયાન સોથી વધુ લોકો (સામાન્ય નાગરિકો અને સૈનિકો) માર્યા ગયા હતા અને હજારો ઘાયલ થયા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube