RBI Penalty on Banks: ભારતીય રિઝર્વ બેંક એટલેકે, RBI દ્વારા બેકિંગ સેક્ટર પર બાજ નજર રાખવામાં આવતી હોય છે. બેંકો દ્વારા ચલાવવામાં આવતી લાલિયાવાડી નથી સાંખી લેવામાં આવતી. એ જ કારણ છેકે, ગમે તેમી મોટી બેંક હોય પણ તેણે જો આરબીઆઈના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો તેને ભોગવવાનો વારો આવે છે. આ વખતે વારો આવ્યો છે આવી જ બે બેંકોનો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે બેંકો સામે કરવામાં આવી કડક કાર્યવાહીઃ
રિઝર્વ બેંક દ્વારા 2 બેંકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રિઝર્વ બેંકે બેંક ઓફ ઈન્ડિયા અને બંધન બેંકને મોટો દંડ ફટકાર્યો છે. મહત્ત્વનું છેકે, ભારતીય રિઝર્વ બેંક દેશની બેંકોની દેખરેખ રાખે છે. જો કોઈપણ બેંક નિયમોનું પાલન ન કરે તો RBI દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. હવે રિઝર્વ બેંકે બેંક ઓફ ઈન્ડિયા અને બંધન બેંક પર દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે તેણે કેટલાક નિયમનકારી ધોરણોનું પાલન કર્યું નથી, જેના કારણે RBIએ બેંક ઓફ ઈન્ડિયા પર 1.4 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ખાનગી ક્ષેત્રની બંધન બેંક પર 29.55 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે.


બેંક ઓફ ઈન્ડિયાને કેમ કરાયો દંડ?
'થાપણો પર વ્યાજ દર', 'બેંકોમાં ગ્રાહક સેવા', 'લોન્સ પર વ્યાજ દર' અને ક્રેડિટ માહિતી કંપની નિયમો, 2006 ની જોગવાઈઓના ઉલ્લંઘનને લગતા આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા બદલ બેંક ઓફ ઈન્ડિયા પર દંડ કરાયો છે.


ઈન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સ લિમિટેડ ને દંડઃ
દરમિયાન, રિઝર્વ બેંકે એમ પણ કહ્યું હતું કે 'NBFCs (રિઝર્વ બેંક) માર્ગદર્શિકા, 2016' અને KYC નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ ઈન્ડોસ્ટાર કેપિટલ ફાઈનાન્સ લિમિટેડ પર રૂ. 13.60 લાખનો દંડ કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે તમામ કેસોમાં નિયમનકારી અનુપાલનમાં ખામીઓ માટે પેનલ્ટી કરવામાં આવી છે. તેનો હેતુ તેમના ગ્રાહકો સાથે એન્ટિટી દ્વારા દાખલ કરાયેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર કરવાનો નથી.


અગાઉ SBI ને પણ ફટકારાયો હતો દંડઃ
તમને જણાવી દઈએ કે આ પહેલા ભારતીય રિઝર્વ બેંકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર 2 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. બેંક પર નિયમનકારી નિયમોનું પાલન ન કરવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે સેન્ટ્રલ બેંક દ્વારા કેનેરા બેંક અને સિટી યુનિયન બેંક પર પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યાં કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ સમયે, સિટી યુનિયન બેંક પર 66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.