ધનતેરસના દિવસથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ જાય છે. આ વખતે દિવાળી પ્રવ 23 ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ દિવસે કરવામાં આવેલા ખાસ ઉપયોગ વ્યક્તિના જીવનમાં મોટા ફેરફારો કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં અનેક શુભ વસ્તુઓ ખરીદવા અને ન ખરીદવાની વાત કરવામાં આવી છે. આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ધનતેરસના દિવસે કહેવામાં આવે છે કે ઝાડૂ ખરીદવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે સાવરણીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ સાવરણીની સાથે સાથે ધનતેરસના દિવસે મીઠાને ખરીદવું શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે 10 રૂપિયાનું મીઠાનું પેકેટ જરૂરથી ખરીદો. આ દિવસે મીઠું ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેક આર્થિક તંગી નથી રહેતી.



ધનતેરસે કરો મીઠાનો આ ઉપાય
- ધનસતેરસના દિવસે મીઠાની ખરીદવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદેલું નિમક આખો દિવસ કોઈ વસ્તુમાં ઉપયોગ કરવાથી વ્યક્તિના ધનમાં વૃદ્ધિ થાય છે અને ધનમાં બરકત થાય છે.


- ઘરની પૂર્વ અને ઉત્તર દિશાના ખુણામાં કાચની એક કટોરીમાં થોડું નિમક રાખી દેવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. એટલું જ નહીં ઘરમાં ધન આગમનના નવા રસ્તા ખુલે છે.


-આ દિવસે ખાસ રીતે ઘરમાં ખાસ કરીને નિમકના પાણીના પોતા મારવાથી ખાસ લાભ થાય છે. જેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. 


- જો પતિ પત્નીના સંબોધમાં ખટાશ છે, તો ધનતેરસના દિવસે રાત્રે સિંધવ લુણ કે આખા મીઠાનો એક ટુકડો બેડરૂમમાં રાખીને સુઈ જાઓ. જેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.


- શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે, મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. એવામાં મીઠાને લોખંડ કે સ્ટીલના વાસણમાં ન રાખો. એવું કરવાની ચંદ્ર અને શનિ મળીને પરિવારના સભ્યો પર નકારાત્મક પ્રભાવ પાડે છે. કહેવાય છે કે મીઠાને કાચના ડબ્બામાં રાખવું જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું)