નવી દિલ્હીઃ By-Election 2022: દેશના છ રાજ્યોની 7 વિધાનસભા સીટો પર 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિવારે આવેલા પરિણામોમાં ભાજપે ચાર સીટો પર જીત મેળવી તો આરજેડી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને ટીઆરએસ એક-એક સીટ જીતવામાં સફળ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારમાં આરજેડી તો યુપીની ગોલા ગોકર્ણનાથ સીટ પર ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. લખીમપુરની ગોલા ગોકર્ણનાથ સીટ પર આ વર્ષે માર્ચમાં ભાજપના ઉમેદવાર અમન ગિરિએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારીને હરાવ્યા હતા. અહીં પર સપા અને ભાજપ વચ્ચે પ્રતિષ્ઠાની લડાઈ હતી. પેટાચૂંટણીમાં બસપા અને કોંગ્રેસે કોઈ ઉમેદવાર ઉતાર્યા નહીં. જેના કારણે મુકાબલો સપા અને ભાજપ વચ્ચે હતો. 


બિહારમાં જોવા મળી ટક્કર
બિહારમાં બંને વિધાનસભા સીટમાંથી મોકામા પર રાષ્ટ્રીય જનતા દળે શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી છે. તો ગોપાલગંજ પર ભાજપને જીત મળી છે. મોકામામાં આરજેડીના નીલમ દેવીએ ભાજપના સોનમ દેવીને હરાવ્યા છે. આ સીટ આરજેડી ધારાસભ્ય અનંત સિંહને અયોગ્ય ઠેરવતા ખાલી થઈ હતી. ભાજપે અહીં બાહુબલી લલ્લન સિંહની પત્નીને અનંત સિંહના પત્ની સામે ઉતાર્યા હતા. તો ગોપાલગંજમાં મુકાબલો રોમાંચક રહ્યો. આ સીટ ભાજપના ધારાસભ્યના નિધન બાદ ખાલી થઈ હતી. 


આ પણ વાંચોઃ Bypoll Result: ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કરતી AAPની આદમપુરથી ડિપોઝિટ જપ્ત


આદમપુર સીટ પર ભાજપની જીત
જ્યારે હરિયાણાના હિસારની આદમપુર સીટ પર ભવ્ય બિશ્નોએએ શાનદાર જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જય પ્રકાશને પરાજય આપ્યો છે. આ સીટ પર ઉતરેલા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી છે. 


મુંબઈની અધેરી ઈસ્ટ સીટ
મુંબઈની અંધેરી ઈસ્ટ સીટ પર શિવસેના ઉમેદવાર ઋચુજા લટકેએ જીત મેળવી છે. અહીં ભાજપે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેની અપીલ બાદ અંતિમ સમયમાં પોતાના ઉમેદવારને પરત લઈ લીધો હતો. તેના કારણે ઉદ્ધવની શિવસેનાના ઉમેદવાર ઋતુજા લટકે માટે મુકાબલો સરળ થઈ ગયો હતો. 


મુનુગોડુમાં ટીઆરએસને મળી જીત
તેલંગણાના મુનુગોડુ પેટાચૂંટણીમાં ટીઆરએસે બાજી મારી છે. કોંગ્રેસ ધારાસભ્ય કોમિતા રેડ્ડીએ પાર્ટી બદલતા રાજીનામું આપ્યું હતું અને અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. મુનુગોડુ સીટ પર ભાજપના ઉમેદવાર રાજગોપાલ રેડ્ડી અને ટીઆરએસના પૂર્વ ધારાસભ્ય કુસુકુંતલા પ્રભાકર રેડ્ડી અને કોંગ્રેસના કી પી શ્રવંતી વચ્ચે મુકાબલો હતો. 


આ પણ વાંચોઃ Chandra Grahan 2022: મંગળવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોને થશે ફાયદો


ઓડિશાની ધામનગર વિધાનસભા સીટ
ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામનગર વિધાનસભા સીટ પર  ભાજપ ઉમેદવાર અને દિવંગત નેતા વિષ્ણુ સેઠીના પુત્ર સૂર્યવંશી સૂરજે જીત મેળવી છે. અહીં બીજૂ જનતા દળે તિહિડી પ્રખંડની અધ્યક્ષા અવંતી અને કોંગ્રેસે બાબા હરેકૃષ્ણ સેઠીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 


ઉલ્લેખનીય છે કે દેશના છ રાજ્યોની સાત સીટો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે, જેમાંથી છ સીટો પર ધારાસભ્યોના નિધન બાદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રણ સીટ ભાજપ, 2 કોંગ્રેસ અને એક-એક સીટ આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube