Chandra Grahan 2022: મંગળવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોને થશે ફાયદો

Chandra Grahan 8 November 2022: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એક દિવસ બાદ મંગળવારે કાર્તિક પૂનમના દિવસે છે. આ ચંદ્રગ્રહણ એટલે ખાસ છે કારણ કે 15 દિવસની અંદર આ બીજુ ગ્રહણ છે. 

Chandra Grahan 2022: મંગળવારે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોને થશે ફાયદો

નવી દિલ્હીઃ Chandra Grahan 8 November 2022: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ એક દિવસ બાદ મંગળવાર (8 નવેમ્બર 2022) ના કારતક મહિનાની પૂનમ પર જોવા મળશે. આ ચંદ્રગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે 15 દિવસની અંદર આ બીજુ ગ્રહણ છે. પ્રાચીન કથાઓમાં આવા ગ્રહણને અશુભ માનવામાં આવ્યું છે. આ ગ્રહણને લઈને લોકોના મનમાં ઘણા પ્રકારની આશંકાઓ છે. દરેક ગ્રહણની જેમ આ ગ્રહણની પણ દરેક 12 રાશિઓ પર અસર જોવા મળશે. આગળ જાણો જ્યોતિષના જાણકારો અનુસાર તમારી રાશિ પર તેનો શું પ્રભાવ પડી શકે છે.

ચંદ્રગ્રહણનો સમય (Chandra Grahan 2022 Time in India):
વર્ષનું છેલ્લું ગ્રહણ કારતક પૂનમ, 8 નવેમ્બર 2022ના લાગશે. ચંદ્ર ગ્રહણની શરૂઆત એટલે કે સ્પર્શકાળ સાંજે 5.35 કલાકથી શરૂ થશે અને ગ્રહણનો મદ્ય 6.19 કલાકે અને મોક્ષ સાંજે 7.26 કલાકે થશે. આ ગ્રહણનો સૂતક કાળ ગ્રહણથી 12 કલાક પહેલા સવારે 5.53 કલાકે શરૂ થશે અને આગામી દિવસે સવારે આશરે 7 કલાક સુધી ચાલશે. 

મંગળવારે સવારથી લાગશે સૂતક કાળ
ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા અને 12 કલાક બાદનો સમય સૂતક કાળ માનવામાં આવે છે. કારણ કે વર્ષ 2022નું છેલ્લું ચંદ્રગ્રહણ મંગળવારે સાંજે 5 કલાક આસપાસ શરૂ થશે તેવામાં મંગળવારે સવારથી સૂતક કાળ શરૂ થઈ જશે. સૂતક કાળમાં કોઈપણ શુભ કાર્ય કરી શકાય નહીં. તો ગ્રહણ પહેલા મંદિરોમાં પટ બંધ થઈ જાય છે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ પૂજા સ્થળોને પવિત્ર કરવામાં આવે છે. 

ચંદ્ર ગ્રહણની રાશિઓ પર અસર
અન્ય તમામ ગ્રહણની જેમ આ અંતિમ ચંદ્ર ગ્રહણની અસર પણ દરેક 12 રાશિઓ પર જોવા મળશે. જ્યોતિષાચાર્યો અનુસાર ગ્રહણને કારણે આવનારા કેટલાક સમય સુધી 4 રાશિઓ માટે લાભ, 4 રાશિઓ માટે મુશ્કેલી અને 4 રાશિઓ માટે સામાન્ય રહેશે. આવો આ રાશિઓ વિશે જાણીએ.....

મેષ- આ રાશિ પર ગ્રહણની નકારાત્મક અસર રહી શકે છે.
વૃષભ- વૃષભ રાશિના જાતકોએ હાલ કોઈ નવુ કાર્ય શરૂ કરવાથી બચવું પડશે. 
મિથુન- લાભનો યોગ બનશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.
કર્ક- આર્થિક લાભ મળી શકે છે. આવકમાં વધારો થશે. 
સિંહ- આ રાશિના જાતકો માટે ગ્રહણ મધ્યમ રહેશે. કોઈ વાતની ચિંતા ન કરો.
કન્યા- આ રાશિના જાતકોએ આવનારા સમયમાં સંભાળીને ચાલવુ પડશે.
તુલા- આ રાશિ માટે ચંદ્રગ્રહણની ખાસ અસર જોવા મળશે નહીં.
વૃશ્ચિક- આવકમાં વૃદ્ધિનો યોગ બનશે. કાર્યમાં સફળતા મળશે. 
ધન- સ્થિતિ સામાન્ય રહેશે. આવક મધ્યમ રહી શકે છે.
કુંભ- દરેક રીતે આ રાશિના જાતકો માટે ગ્રહણ લાભકારી સિદ્ધ થશે.
મીન- મીન રાશિના જાતકો પર ગ્રહણનો વધુ પ્રભાવ પડશે નહીં.

ક્યાં જોવા મળશે ચંદ્રગ્રહણ?
વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ ભારત સહિત દક્ષિણ/પૂર્વી યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તરી અમેરિકા, દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે. 

Disclaimer :  આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news