By Poll Result Live Update: 13 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોની ત્રણ લોકસભા અને 29 વિધાનસભા સીટો પર થયેલી પેટાચૂંટણીના પરીણામ થશે. તેના માટે મતગણતરી ચાલુ છે. ઘણા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે, જ્યારે બિહારની બંને વિધાનસભા સીટો પર ત્રિકોણીય મુકાબલો છે. જે સીટો પર લોકસભાની પેટાચૂંટણી યોજાઇ તેમાં દાદર અને નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવા સીટ સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ વિધાનસભાની પેટાચૂંટણીમાં અસમની 5, પશ્વિમ બંગાળની 4, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલાની 3-3 સીટો બિહારની 2, કર્ણાટકની 2, રાજસ્થાનના 2, આંધ્રપ્રદેશની 1, હરિયાણાની 1, મહારાષ્ટ્રની 1, મિઝોરમની 1 અને તેલંગાણાની 1 સીટ સામેલ છે. આ 29 વિધાનસભા સીટોમાંથી ભાજપ પાસે પહેલાં લગભગ ડઝન સીટો હતી. તો બીજી તરફ કોંગ્રેસ પાસે નવ સીટો અને બાકી સીટો ક્ષેત્રીય પાર્ટીઓ પાસે હતી. 


 મધ્ય પ્રદેશ ભાજપમાં જશ્નનો માહોલ
મધ્ય પ્રદેશના જોબટ પેટાચૂંટણીમાં નિર્ણાયક બઢત બાદ ભાજપના ખેમામાં જશ્નનો માહોલ છે. ભાજપન નેતાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી મોંઢું કરાવ્યું હતું. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સુલોચના રાવતે આ જીતનો શ્રેય્ય પ્રદેશના નેતૃત્વની સાથે જોબટ વિધાનસભાના સ્થાનિક કાર્યકર્તાઓને આપ્ય્યો છે. 


રાજસ્થાન-હિમાચલમાં ભાજપને આંચકો
વિધાનસભા પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આકરો આંચકો આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી મજબૂત સ્થિતિમાં જોવા મળી છે. રાજસ્થાનમાં બંને સીટો પર કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જારે હિમાચલ પ્રદેશની તમામ ત્રણેય સીટો પર કોંગ્રેસે બઢત પ્રાપ્ત કરી છે. 


કર્ણાટકમાં ભાજપે એક સીટ પર કર્યો કબજો 
ભારતીય ચૂંટણી કમિશનની સત્તાવાર વેબસાઇટના અનુસાર કર્ણાટકની સિંદગી વિધાનસભા સીટ પર ભાજપે જીત નોંધાવી છે. જ્યારે હંગલમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 


અસમમાં એક સીટ પર ભાજપની જીત
અસમના થૌરા વિધાનસભા સીટ પર ભાજપે જીત નોંધાવી છે, જ્યારે બાકી 4 વિધાનસભા સીટો પર મતગણતરી ચાલુ છે. 


મમતા બેનર્જીએ પાઠવી શુભેચ્ચ્છા
પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરી ટીએમસીની જીત પર શુભેચ્છા પાઠવી હતી તેમણે કહ્યું કે ચારેય વિજયી ઉમેદવારોને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ! આ જીત લોકોની જીત  છે, કારણ કે તેનાથી ખબર પડે છે કે કેવી રીતે બંગાળ હંમેશા પ્રચાર અને નફરતના રાજકારણ પર વિકાસ અને એકતાને પસંદ કરશે. લોકોને આર્શિવાદથી અમે વચન આપીએ છીએ કે અમે બંગાળને વધુ ઉંચાઇઓ પર લઇ જઇશું. 


બંગાળમાં બે વિધાનસભા સીટો પર તૃણમૂલ કોંગ્રેસની જીત
પશ્વિમ બંગાળમાં ચાર સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં બે સીટો પર સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે બે સીટો પર જીત નોંધાવી છે, જ્યારે બે અન્ય સીટો પર મોટી બઢત પ્રાપ્ત કરી લીધી છે. દિનહાટા વિધાનસભા સીટ પરથી ટીએમસીના ઉમેદવાર ઉદયન ગુહાએ જીત નોંધાવી છે, જ્યારે ગોસાબ સીટ પર પણ ટીએમસીએ કબજો જમાવી લીધો છે. 

Dhanteras 2021 Shopping Shubh Muhurat: આજે બની રહ્યો છે શુભ યોગ, આ મુહૂર્તમાં ખરીદી કરવાથી થશે ત્રણ ગણો લાભ


- અસમની બે વિધાનસભા સીટો પરથી ભાજપ આગળ ચાલી રહી છે. 
- હરિયાણી એક વિધાનસભા સીટ પરથી ઇનેલો આગળ ચાલી રહી છે.
- હિમાચલ પ્રદેશની ત્રણ સીટોમાંથી એક પર અપક્ષ અને બે પર કોંગ્રેસ આગળ
- કર્ણાતકની બે સીટોમાંથી એક પર ભાજપ અને એક પર કોંગ્રેસ આગળ.
- હિમાચલની ત્રણ સીટો પર ભાજપ આગળ.
- મિઝોરમની એક સીટ પર મિઝો નેશનલ ફ્રંટ આગળ. 
- રાજસ્થાનની બે સીટો પરથી કોંગ્રેસ આગળ
- પશ્વિમ બંગાળની ચાર સીટો પર ટીએમસી આગળ


બિહારની કુશેશ્વરસ્થાન પર આરજેડી આગળ
બિહાર વિધાનસભા પેટાચૂંટણીમાં 2 સીટો પર મતગણતરી ચાલુ છે. કુશેશ્વરસ્થાન સીટ પર બીજા તબક્કામાં પણ આરજેડીના ગણેશ ભારતી 510 વોટથી આગળ ચાલી રહ્યા છે. તેમને અત્યાર સુધી કુલ 4926 વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબર પર ચાલી રહેલા જેડીયૂ ના અમન ભૂષણ હજારીને અત્યારે કુલ 4416 વોટ મળ્યા છે. 


ખંડવા લોકસભા સીટ પર ભાજપ આગળ
મધ્ય પ્રદેશની ખંડવા લોક સભા સીટો પરથી ભાજપના જ્ઞાનેશ્વર પાટીલ આગળ ચાલી રહ્યા છે. 


મંડી સીટ પર કોંગ્રેસને બઢત 
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પર ચાલી રહેલી કાઉટિંગમાં કોંગ્રેસએ બઢત પ્રાપ્ત કરી લીધી છે. કોંગ્રેસ ઉમેદવાર ઉમેદવાર પ્રતિભા સિંહ ભાજપના ઉમેદવાર કૌશલ ઠાકુરથી આગળ ચાલી રહી છે.  


આ ત્રણેય લોકસભા સીટો પર મતગણતરી
જે સીટો પર લોકસભા પેટાચૂંટણી થયેલા તેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવા સીટ સામેલ છે. મંડી સીટ ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્મા, ખંડવા સીટ ભાજપ સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણના નિધનનું કારણ ખાલી થઇ હતી. તો બીજી દાદર અને નાગર હવેલી સીટ નિર્દલીય લોકસભા સદભ્ય મોહન ડેલકરના નિધન બાદ ખાલી થઇ હતી. 


વોટોની ગણતરી શરૂ
13 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોની ત્રણેય લોકસભા અને 29 વિધાનસભા સીટો પર થયેલા પેટાચૂંટણીના પરિણામોની જાહેરાત થશે. તેના માટે વોટોની ગણતરી શરૂ થઇ ગઇ છે. ઘણા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube