નવી દિલ્હીઃ Bypolls Results :  દેશના 14 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ લોકસભા સીટ અને 29 વિધાનસભા સીટો પર 30 ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભાજપે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે, તો અસમમાં તેની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. આવો જાણીએ કઈ પાર્ટીને ક્યાં કેટલી સીટ મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલ પ્રદેશઃ હિમાચલ પ્રદેશઃ અહીં એક લોકસભા સીટ અને ત્રણ વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસે તમામ બેઠકો જીતી લીધી છે. પૂર્વ સીએમ વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભાએ મંડી લોકસભા સીટ જીતી છે. વર્ષ 2019માં ભાજપે આ સીટ 4 લાખથી વધુ મતોથી જીતી હતી. આ ઉપરાંત અરકી, ફતેહપુર અને જુબ્બલ-કોટખાઈ વિધાનસભા બેઠકો પર પણ કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી છે.


બંગાળ: તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળ પેટાચૂંટણીમાં તમામ ચાર વિધાનસભા બેઠકો (દિનહાટા, શાંતિપુર, ખરદાહ, ગોસાબા) જીતી, 1.64 લાખ અને 1.43 લાખ મતોના રેકોર્ડ માર્જિન સાથે બે બેઠકો જીતી છે.


મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં એક લોકસભા અને ત્રણ વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ભાજપે ખંડવા, પૃથ્વીપુર અને જોબતમાં જીત મેળવી છે, જ્યારે રાયગાંવ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ છે. ખંડવામાં ભાજપના જ્ઞાનેશ્વર પાટીલ, પૃથ્વીપુરમાં ભાજપના શિશુપાલ યાદવ, જોબતમાં ભાજપના સુલોચના રાવત જીત્યા, જ્યારે રાયગાંવમાં કોંગ્રેસના કલ્પના વર્માનો વિજય થયો.


આ પણ વાંચોઃ Bihar Bypoll Results: RJD ને લાગ્યો મોટો ઝટકો, બંને સીટ પર  JDU એ મેળવી મોટી જીત


બિહારઃ તારાપુર અને કુશેશ્વરસ્થાન વિધાનસભા સીટ જેડીયૂના ખાતામાં ગઈ છે. 


રાજસ્થાનઃ ધરિયાવદ વિધાનસભા સીટ પર કોંગ્રેસ ઉમેદવાર નાગરાજ મીણાને 18725 મત મળ્યા છે. જ્યારે વલ્લભનગર સીટથી કોંગ્રેસના પ્રીતિ શક્તાવસને 20 હજારથી વધુ મતે જીત મળી છે. 


હરિયાણાઃ હરિયાણાના એલનાબાદ વિધાનસભા સીટ પર અભય ચૌટાલા 6 હજારથી વધુ મતે જીત્યા છે. 


આંધ્રપ્રદેશ: વાયએસઆરસીપીના દશારી સુધાએ બડવેલ વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. તેઓ 90 હજારથી વધુ મતોથી જીત્યા હતા.


મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના દેગલુર વિધાનસભા મતવિસ્તારમાંથી કોંગ્રેસના જિતેશ અંતાપુરકર 38 હજારથી વધુ મતોથી જીત્યા.


કર્ણાટક: કર્ણાટક પેટાચૂંટણી 2021ના પરિણામોમાં કોંગ્રેસ અને ભાજપને એક-એક સીટ મળી છે. કોંગ્રેસે હંગલ સીટ પર 7373 વોટથી જીત મેળવી હતી. બીજેપી બીજા અને જેડીએસ ત્રીજા ક્રમે છે. બીજી તરફ બીજેપીએ સિંદગી સીટ પર 31,185 વોટથી જીત મેળવી છે. કોંગ્રેસ બીજા અને જેડીએસ ત્રીજા ક્રમે છે.


આ પણ વાંચોઃ વિરાટ કોહલીના સમર્થનમાં આવ્યા રાહુલ ગાંધી, કહ્યું- તે લોકો નફરતથી ભરેલા છે.. તેને માફ કરી દો


આસામ: UPPL પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ તમામ પાંચ બેઠકો જીતી લીધી છે. અહીં ગોસાઈગાંવ, ભબનીપુર, તામૂલપુર, મરિયાની અને થૌરામાં ચૂંટણી યોજાઈ હતી.


દાદરા અને નગર હવેલીઃ શિવસેનાએ આ લોકસભા સીટ 51,269 વોટથી જીતી છે.


મેઘાલય: મેઘાલયમાં સત્તારૂઢ NPP અને તેના સહયોગી UDP એ ત્રણેય વિધાનસભા બેઠકો જીતી લીધી છે.


મિઝોરમઃ શાસક એમએનએફે તુરીયલ પેટાચૂંટણીમાં જીત મેળવી છે.


તેલંગાણા: 21મા રાઉન્ડની મતગણતરી બાદ બીજેપીના ઉમેદવાર આયતલા રાજેન્દ્રને 10,1732 વોટ મળ્યા. જ્યારે TRSના ગેલુ શ્રીનિવાસને 78,997 મળ્યા હતા. ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube