Bihar Bypoll Results: RJD ને લાગ્યો મોટો ઝટકો, બંને સીટ પર JDU એ મેળવી મોટી જીત

દેશમાં આજે અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે. બિહારમાં બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં નીતીશ કુમારની પાર્ટીને મોટી જીત મળી છે. 

Bihar Bypoll Results: RJD ને લાગ્યો મોટો ઝટકો, બંને સીટ પર  JDU એ મેળવી મોટી જીત

પટનાઃ બિહારમાં નીતીશ કુમારે પોતાના વિરોધીઓને આકરો જવાબ આપ્યો છે. નીતીશની પાર્ટી જેડીયૂએ બિહારની બંને સીટો પર યોજાયેલી પેટાચૂંટણીમાં જીત હાસિલ કરી છે. દરભંગાની કુશેશ્વરસ્થાન અને મુંગેરની તારાપુર સીટ પર આરજેડીના ઉમેદવારોને હરાવીને જેડીયૂએ જીત મેળવી છે. ચૂંટણી પહેલા લાલૂ યાદવ પ્રચારમાં ઉતરતા ચૂંટણી નીતીશ કુમાર માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ હતી. જેડીયૂએ કુશેશ્વરસ્થાન સીટ 12 હજારથી વધુ મતોએ જીતી છે. તો તારાપુર સીટ જેડીયૂએ આશરે 4 હજાર મતથી પોતાના ખાતામાં કરી છે. 

કુશેશ્વરસ્થાનથી જેડીયૂના અમન ભૂષણ જીત્યા
કુશેશ્વરસ્થાનથી જેડીયૂના ઉમેદવાર ભૂષણ હજારીએ 12698 મતથી જીત મેળવી છે. અમન કુશેશ્વરસ્થાનના જેડીયૂના પૂર્વ ધારાસભ્ય સ્વ. શશિભૂષણ હજારીના પુત્ર છે. શશિભૂષણ હજારીના નિધન બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં ચોથા રાઉન્ડ સુધી આરજેડીના ઉમેદવાર ગણેશ ભારતી આગળ રહ્યા. પાંચમાં રાઉન્ડથી જેડીયૂ ઉમેદવાર અમન ભૂષણ હજારીએ લીડ મેળવવાની શરૂ કરી અને અંત સુધી જાળવી રાખી હતી. કુલ 23 રાઉન્ડની ગણતરી થઈ હતી. જેડીયૂના અમન ભૂષણ હજારીને 59882 મત મળ્યા હતા. લોજપાના અંજૂ દેવી 5623 મતોની સાથે ત્રીજા અને કોંગ્રેસના અતિરેક કુમાર 5603 મતોની સાથે ચોથા સ્થાન પર રહ્યાં હતા. 

તારાપુરમાં અંતિમ સમય સુધી ચાલી ટક્કર
તારાપુરમાં અંતિમ સમય સુધી રસપ્રદ ટક્કર ચાલી હતી. અંતે જેડીયૂના રાજીવ કુમારે આરજેડીના અરૂણ કુમાર સાહને 4 હજાર મતોથી હરાવ્યા છે. આ સીટ સતત ત્રણ વખતથી જેડીયૂની પાસે હતી. જેડીયૂએ આ સીટ જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. નીતીશ કુમારે અહીં ત્રણ સભાઓ કરી હતી. આ સિવાય અનેક મંત્રીઓએ અહીં કેમ્પ કર્યો હતો. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહનો વિસ્તાર હોવાને કારણે તેમના માટે પણ આ જીત મહત્વપૂર્ણ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news