નવી દિલ્હીઃ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વનાં નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં દેશમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવી, કોલસાના ખાણકામ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મુડી રોકાણ, કોન્ટ્રાક્ટ આધારિત ઉત્પાદન ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આ સાથે જ દેશમાં ડિજિટલ મીડિયા ક્ષેત્રે 26 ટકા સીધા વિદેશી રોકાણ અને સિંગલ બ્રાન્ડ રીટેલ ક્ષેત્રમાં 30 ટકા લોકલ સોર્સિંગના નિયમોને વધુ સરળ બનાવવાનો પણ નિર્ણય લેવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી 


કેન્દ્રીય મંત્રીમંડળે શેરડી પકવતા ખેડૂતો માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં શેરડી પકવતા ખેડૂતો દ્વારા 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવાની સ્થિતિમાં એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય લેવાયો છે. તેની પાછળ કેન્દ્ર સરકારને રૂ.6288 કરોડનો ખર્ચ આવશે. આ પૈસા સીધા જ ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ નિર્ણયના કારણે ખેડૂતોને થતા નુકસાનમાં ઘટાડો થશે અને લાખો ખેડૂતોને ફાયદો પહોંચશે.  


કોલ માઈનિંગ ક્ષેત્રમાં 100 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને મોદી મંત્રીમંડળની મંજુરી


આ ઉપરાંત, ઈન્ટરનેશલ કોલિશન ફોર ડિઝાસ્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ મંત્રીમંડળમાં એક નિર્ણય લેવાયો છે. કેપિસિટી બિલ્ડિંગ અને એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવી યોજનાને સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને લોન્ચ કરશે. 


ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં 26 ટકા સીધા વિદેશી મૂડી રોકાણને કેન્દ્રીય મંત્રીમંડળની મંજુરી 


કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયોની માહિતી રેલવે અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં આપી હતી. પીયુષ ગોયલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ભારતમાં અત્યાર સુધી 286 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે. વિદેશી કંપનીઓ ભારતને મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માગે છે. આ અંગેના કાયદામાં કેટલીક મુશ્કેલીઓ હતી, જેને મંત્રીમંડળની બેઠકમાં ઉદાર કરવાનો નિર્ણય લેવાયો છે. જેના કારણે હવે મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....