સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી

કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે 
 

સમગ્ર દેશમાં ખુલશે 75 નવી મેડિકલ કોલેજ, 15,700 સીટ વધશેઃ મોદી કેબિનેટની મંજુરી

નવી દિલ્હીઃ ભારતમાં ટૂંક સમયમાં જ નવી 75 મેડિકલ કોલેજો શરૂ થઈ જશે. કેન્દ્ર સરકાર નવી મેડિકલ કોલેજો ખોલવા પાછળ રૂ.24 હજાર કરોડનો ખર્ચ કરશે અને આગામી 3 વર્ષમાં એટલે કે 2020-21 સુધીમાં આ કોલેજો બનીને તૈયાર થઈ જશે. દેશમાં તબીબોની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પછી પર્યાવરણ, જંગલ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી. 

જે વિસ્તારોમાં મેડિકલ કોલેજ નથી અને 200 પથારીની જિલ્લા કક્ષાએ હોસ્પિટલ ધરાવે છે તેવા જિલ્લાઓમાં આ નવી મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. તેમાં પણ 300થી વધુ પથારીની હોસ્પિટલ ધરાવતા જિલ્લાઓને પ્રાથમિક્તા આપવામાં આવશે. 

— ANI (@ANI) August 28, 2019

કેન્દ્ર સરકારે પ્રથમ તબક્કામાં 58 અને ત્યાર પછી બીજા તબક્કામાં 24 મેડિકલ કોલેજ ખોલવાને મંજુરી આપી હતી. હવે નવી 75 કોલેજ ખુલવાની સાથે જ દેશમાં 15,700 મેડિકલ સીટનો વધારો થશે. જાવડેકરે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 45,000 નવી મેડિકલ સીટનો ઉમેરો થયો છે અને અત્યાર સુધીમાં 82 મેડિકલ કોલેજો કાર્યરત થઈ ગઈ છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news