કટરા/નવી દિલ્હીઃ વૈષ્ણોદેવી મંદિરના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓ માટે અત્યંત સારા સમાચાર છે. હવે તેમને અહીં ટૂંક સમયમાં જ કેબર કારની સુવિધા પ્રાપ્ત થશે. માતા વૈષ્ણોના ભવનથી ભૈરો મંદિર સુધીની આ કેબલ કાર સુવિધાની શરૂઆત 25 ડિસેમ્બરથી થવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્યાર સુધી વૈષ્ણો ભવનથી ભૈરો ઘાટી જવા માટે શ્રદ્ધાળુઓને 3.5 કિમી લાંબું સીધું ચડાણ કરવું પડતું હતું. કેબલ કારમાં વ્યક્તિ દીઠ રૂ.100નો ચાર્જ લેવામાં આવશે. આ કેબલ કાર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ તરફથી શરૂ કરવામાં આવી રહી છે, જેનું તમામ કામ સંપૂર્ણ થઈ ગયું છે. 


નસીરૂદ્દીન શાહ નિવેદનઃ પાક. પીએમ ઈમરાનનું સમર્થન, અનુપમ ખેર ભડક્યા


શ્રીમતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ આ કેબલ કાર સુવિધાનું ઉદ્ઘાટન કોઈ વીવીઆઈપીની હાથે કરાવા માગે છે. શ્રાઈન બોર્ડના સીઈઓ સિમરનદિપ સિંહે આ મુદ્દે જણાવ્યું કે, બોર્ડ 25 ડિસેમ્બરથી શ્રદ્ધાળુઓને કેબલ કાર સમર્પિત કરવા જઈ રહ્યું છે. તેના માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, આ કેબલ કાર સુવિધા દિવ્યાંગ, દર્દીઓ અને વૃદ્ધો માટે રહેશે. 



યુપીએ સરકાર દરમિયાન દર મહિને 9000 ફોન ટેપ થતા હતાઃ RTIમાં ખુલાસો


વૈષ્ણોદેવી મંદિરથી ભૈરો ઘાટીનું અંતર લગભગ 3.5 કિમી છે, પરંતુ આ માર્ગ સીધું ચઢાણ છે. જેના કારણે વૃદ્ધો, દિવ્યાંગ અને દર્દીઓ ભૈરો મંદિર સુધી જઈ શકતા નથી. હવે, કેબલ કારની સુવિધાને કારણે તેમને સરળતા રહેશે. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...