કોલકાતામાં ભાજપની રથયાત્રા પર લાગી રોક, HCએ બદલ્યો નિર્ણય
મમતા સરકાર હાઇકોર્ટની એકલ બેંચના આ નિર્ણયની સામે ડિવીઝન બેંચ પાસે પહોંચી હતી. મમતા સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ વ્યવસ્થાનો અહેવાલ આપતા રાજ્યમાં ભાજપની ગણતંત્ર રથયાત્રાને અનુમતિ આપવા પર રોક લગાવી હતી.
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રસ્તાવિત રથયાત્રાને લઇ પાર્ટીને ફરી એકવાર ફટકો પડ્યો છે. શુક્રવારે મમતા સરકાર તરફથી હાઇકોર્ટની એકલ પીઠના નિર્ણયની સામે ચિફ જસ્ટિસની પીઠમાં દાખલ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. તેમાં ડિવિઝન બેંચે એકલ પીઠના નિર્ણયને બદલતા રાજ્યમાં ભાજપની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. આ પહેલા ગુરૂવારે એકલ પીઠે મમતા સરકારને ઠપકો આપતા ભાજપ સરકારની રથયાત્રાને મંજૂરી આપી હતી.
વધુમાં વાંચો: લોકસભા વેલમાં જઇ હંગામો મચાવનારા સાંસદો હવે સસ્પેન્ડ થશે
મમતા સરકાર હાઇકોર્ટની એકલ બેંચના આ નિર્ણયની સામે ડિવીઝન બેંચ પાસે પહોંચી હતી. મમતા સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ વ્યવસ્થાનો અહેવાલ આપતા રાજ્યમાં ભાજપની ગણતંત્ર રથયાત્રાને અનુમતિ આપવા પર રોક લગાવી હતી. ત્યારબાદ ભાજપે હાઇકોર્ટમાં રાજ્ય સરકારના નિર્ણયની સામે અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કર્યા બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારના આ નિર્ણયને રદ કર્યો હતો. ત્યારબાદ હવે મમતા સરકારે હાઇકોર્ટની એકલ બેંચના આ નિર્ણયને પડકાર આપ્યો હતો. તેના પર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સુનાવણી કરવા માટે તૈયાર થઇ ગઇ છે.
વધુમાં વાંચો: મહિલા ટીવી એંકરો માટે દારૂલ ઉમૂલ દેવબંધનો ફતવો, કહ્યું સ્કાર્ફ પહેરવો જરૂરી
કોલકાત હાઇકોર્ટની એકલ પીઠે ગુરૂવારે પશ્ચિમ બંગાળની મમતા સરકારની તરફથી ભાજપની રથયાત્રા પર લગાવેલી રોકને હટાવી દીધી છે. હાઇકોર્ટે ભાજપની રથયાત્રાને સશર્ત મંજૂરી આપી હતી. હાઇકોર્ટે કહ્યું કે અસુરક્ષાની ભાવના વાસ્તવિક હોવી જોઇએ. એકલ પીઠે રાજ્ય સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે પ્રયત્ન વગર કોઇ રથયાત્રાને પરવાનગી આપવા પર રોક લગાવી ન શકાય. મમતા સરકારે પ્રયત્ન કર્યો નથી. કોલકાતા હાઇકોર્ટે પ્રશાસને આ પણ આદેશ કર્યો હતો કે રથયાત્રા દરમિયાન કાયદાનું ઉલ્લઘંન થવા દેવું ન જોઇએ.
વધુમાં વાંચો: હવે RAC અને વેઇટિંગ કરનાર યાત્રીને મળશે કન્ફર્મ સીટ, TTE સાથે નહી કરવું પડે સેટિંગ
હાઇકોર્ટની એકલ પીઠે કહ્યું હતું કે સંબંધિત પ્રશાસને રથયાત્રા માટે આવશ્યક પ્રતિબંધ ન લગાવી પૂર્ણરૂપથી તેના પર રોક લગાવી દીધી છે. જ્યારે યાત્રા કોઇ ગેરકાયદેસર ઉદેશ્ય માટે ના હોય, એવામાં ત્યાં સુધી તેના પર રોક લગાવી શકાય નહીં જ્યાં સુધી તેના પર કાયદાનું ઉલ્લંઘન થવું ન જોઇએ. જણાવી દઇએ કે ભાજપની 2019માં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજ્યમાં રથયાત્રા યોજાવાની યોજના છે.
વધુમાં વાંચો: સજ્જનને સજા: સરેન્ડરની તારીખ લંબાવવાની અરજી હાઇકોર્ટે ફગાવી, જેલમાં જશે નવુ વર્ષ
પશ્ચિમ બંગાળ સરકારે બુધવારે સુનાવણી દરમિયાન કોલકાતા હાઇકોર્ટને કહ્યું હતું કે સામુદાયિક સંવાદિતામાં ખલેલ પડવાની આશંકા જણાવતી ગુપ્ત રિપોર્ટ રાજ્યમાં ભાજપની રથયાત્રા રેલીને મંજૂરી ન આપવાનું કારણ હતું. અરજી દ્વારા ભાજપે તેમની રેલીની પરવાનગી નન આપવા પર મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમજ તૃણમૂલ કોંગ્રેસ સરકારના પગલાને પડકાર આપ્યો હતો.