લોકસભા 2019: પહેબા તબક્કાની 91 સીટો પર ચૂંટણી પડઘમ શાંત, 11 એપ્રીલે મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કાની 91 સીટો પર સવારે 7 વાગ્યે મતદાન ચાલુ થશે
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 ના પહેલા તબક્કામાં 11 એપ્રીલે થનારા મતદાન માટે ચૂંટણી પ્રચાર મંગળવારે સાંજે અટકી ગયો હતો. પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર પહેલા તબક્કામાં મતદાન થનારી 91 સીટો પર સવારે સાત વાગ્યે મતદાન ચાલુ થઇ ગયું. તેમાંથી અનેક સીટો પર સાંજે ચાર વાગ્યા સુધીમાં કેટલીક પર પાંચ વાગ્યા સુધી અને કેટલીક સીટો પર 6 વાગ્યા સુધી મતદાન થશે.
ચૂંટણી રેલીને સંબોધિત કરતા કરતા અચાનક ઢળી પડ્યાં ભાજપના ઉમેદવાર
મતદાન પુર્ણ થયા સમયથી 48 કલાક પહેલા અટકી જાય છે ચૂંટણી પ્રચાર
ચૂંટણી નિયમો અનુસાર મતદાન પુર્ણ થયાનાં 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર અટકી ગયો હતો. ત્યાર બાદ જે સીટો પર સાંજે 4 વાગ્યા સુધી મતદાન છે, તે તમામ સીટો પર મંગળવારે સાંજે ચાર વાગ્યે પ્રચાર અટકી ગયો. આ પ્રકારે પાંચે અને છ વાગ્યા સુધી મતદાન થનારી સીટો પર આજે પાંચ વાગ્યે અને છ વાગ્યે પ્રચાર પર પ્રતિબંધ લાગુ થઇ ગયો.
ઉત્તરપ્રદેશની આઆઠ અને પશ્ચિમ બંગાળની બે સીટો પર સવારે સાત વાગ્યે સાંજે છ વાગ્યા સુધી અને બિહાર, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ઓરિસ્સામાં સીટો પર સવારે સાત વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે.
ITR ફાઇલ કરતા સમયે આ 5 ભુલ પડી શકે છે મોંઘી, ઇન્કમ ટેક્સ ફટકારી શકે છે નોટિસ
પહેલા તબક્કામાં આંધ્ર, અરૂણાચલ,મેઘાલય, ઉતરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને તેલંગાણાની તમામ લોકસભા સીટો માટે મતદાન થશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશની આઠ લોકસભા સીટો (સહારનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનોર, મેરઠ, બાગપત, ગાઝીયાબાદ અને નોએડા) અને બિહારની ચાર સીટો (ઓરંગાબાદ, ગયા, નવાદા અને જમુઇ) અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓરિસ્સાની ચાર અને પશ્ચિમ બંગાળની બે સીટો માટે મતદાન થશે.