નવી દિલ્હીઃ Can Reshuffle in Modi Cabinet: શું ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે? ત્રણ રાજ્યોમાં નવા સીએમની રાજ્યાભિષેક બાદ આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ ચૂંટણીઓમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેઓ હવે ચૂંટણી જીતીને ધારાસભ્ય બની ગયા છે. આવી સ્થિતિમાં તેમની ખાલી પડેલી જગ્યાઓ પર નવા મંત્રી બનાવવામાં આવી શકે છે. તે જ સમયે, અગ્રણી ચહેરાઓ જે ત્રણ રાજ્યોમાં સીએમ પદના મોટા દાવેદાર હતા તેમને પણ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘણા પ્રાદેશિક નેતાઓને મળી શકે છે તક
સૂત્રો પ્રમાણે આગામી ચૂંટણીમાં હવે 6 મહિના કરતા ઓછો સમય બાકી છે. તેવામાં મંત્રીમંડળમાં ફેરફાર કોઈ જરૂરી નથી પરંતુ આગામી ચૂંટણીમાં ફાયદો લેવા માટે રાજ્યોના ઘણા મોટા નેતાઓને ભાજપ હાઈકમાન્ડ મંત્રી પદ આપી શકે છે. તેનાથી તેની નારાજગી ઓછી થઈ શકે છે, તો રાજ્યોમાં પણ પાર્ટીએ સંતુલન જાળવવામાં સરળતા થઈ શકે છે. 


રાજસ્થાનમાં આ ચહેરાની ચર્ચા
રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં વસુંધરા રાજેને કેન્દ્રમાં લાવી મંત્રી બનાવી શકાય છે. કિરોડી લાલ મીણાને પણ આ વખતે મંત્રી પદ મળી શકે છે. મધ્ય પ્રદેશમાં નરેન્દ્ર સિંહ તોમરને સ્પીકર બનાવવાની વાત ચાલી રહી છે. તેવામાં તેમની ખાલી જગ્યા પર પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રીમંડળમાં લાવી શકાય છે.


આ પણ વાંચોઃ રાજસ્થાનમાં ભજનલાલ, છત્તીસગઢમાં વિષ્ણુદેવ અને MPમાં મોહન- સ્વયંસેવક જ CM


નવા ચહેરા પર લગાવી શકે છે દાવ
છત્તીસગઢથી એક-બે નેતાઓને આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે. જો ફેરફાર થાય છે તો તેના જાતીય અને સામુદાયિક સમીકરણો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેનાથી 6 મહિનાની અંદર યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપની સંભાવનાઓ પર ખરાબ અસર ન પડે. તે માટે પાર્ટી કેટલાક નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. 


બદલી શકે છે મંત્રીઓના વિભાગ
ભાજપની સિસ્ટમ પર નજીકથી નજર રાખનાર રાજકીય નિષ્ણાંતો અનુસાર કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારનો નિર્ણય મુખ્ય રૂપથી પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ લેશે. પરંતુ તેમાં આરએસએસની પણ સલાહ લેવામાં આવશે. કેબિનેટમાં નવા મંત્રીઓને સામેલ કરવાની સાથે કેટલાક જૂના મંત્રીઓના વિભાગ બદલવામાં આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube