નવી દિલ્હી: કિસાન આંદોલનના (Farmers Protest) મુદ્દા પર અત્યાર સુધી તેવર દેખાડી રહેલી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના સૂર બદલાતા જોવા મળી રહ્યા છે. ભારતની વેક્સીન ડિપ્લોમેસીની સામે ઝૂકતા જસ્ટિન ટ્રૂડોએ કહેવ ખેડૂત આંદોલનના મુદ્દા પર ભારત સરકારની પ્રશંસા કરી છે. એટલું જ નહીં ટ્રૂડોએ એમ પણ કહ્યું છે કે, તેમની સરકાર તેમના દેશમાં ભારતીય રાજદ્રારીઓને સંપૂર્ણ સુરક્ષા આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિન ટ્રૂડોએ ભારતની કરી પ્રશંસા
ભારતના વિદેશ મંત્રાલયના (MEA) પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 'કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ ખેડૂત આંદોલન પર વાટાઘાટ માટે ભારત સરકારના પ્રયત્નોની પ્રશંસા કરી છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે તેમની સરકાર કેનેડામાં ભારતના રાજદ્વારીઓ અને કેમ્પસની સુરક્ષા સુનિશ્ચિત કરશે.


આ પણ વાંચો:- સરકારની ચેતવણી બાદ હરકતમાં આવ્યું Twitter, કરી આ મોટી જાહેરાત


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube