નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી અને દેશના વિભિન્ન રાજ્યોમાં યોજાનારી પેટા ચૂંટણીને લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિ  (Central Election Committee, CEC)ની બેઠક યોજી હતી. બેઠકમાં ચૂંટણીમાં ઉતારવાના ઉમેદવારોના નામો પર મંથન થયું હતું. સૂત્રોનું કહેવું છે કે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવી દીધી છે. પાર્ટી દલદી નામોની યાદીને અંતિમ રૂપ આપીને નામોની જાહેરાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે મોડી સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, થાવરચંદ ગેહલોત, બિહાર પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, બિહારના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી સૌદાન સિંહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય જાયસવાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન હાજર રહ્યાં હતા. આ પહેલા સવારે 10 કલાકથી બપોરે 3 કલાક સુધી ભાજપના કોર ગ્રુપની બેઠક યોજાઇ હતી. સૂત્રો પ્રમાણે આ બેઠકમાં એક-એક સીટ પર ઉમેદવારોના નામો પર મંથન થયું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube