ચીન સાથે બેઠકમાં ભારતની સ્પષ્ટ વાત- સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા સાથે સમજૂતી નહીં
વિદેશ સચિવે કહ્યુ, અમે અમે મજબૂતીથી તેનો (ચીની હસ્તક્ષેપ)નો સામનો કરીશું અને તેને રોકીશું. જ્યાં સુધી અમારો સવાલ છે તો અમે સંપ્રભુતા અને પ્રાદેશિખ અખંડતા સાથે કોઈ સમજુતી કરીશું નહીં.
નવી દિલ્હીઃ ભારતે શુક્રવારે કહ્યું કે, તે ચીનની સાથે 'સંપ્રભુતા' અને 'ક્ષેત્રીય અખંડતા' પર સમજુતી કરશે નહીં અને જ્યાં સુધી લદ્દાખમાં યથાસ્થિતિ થશે નહીં ત્યાં સુધી સામાન્ય રૂપથી વ્યવહાર થઈ શકશે નહીં.
ભારતના વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યુ હતુ. વિદેશ સચિવે કહ્યું, 'અમે 1962 (ભારત-ચીન યુદ્ધ) બાદથી આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઈ નથી. પ્રથમવાર છેલ્લા 40 વર્ષોમાં સૈનિકોના જીવ ગયા.' તેમણે કહ્યું ભારત-ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એકતરફી કાર્યવાહી કરી ફેક્ટ્સ બદલવાનો પ્રયાસ (ચીની પીએલએ દ્વારા) કરવામાં આવ્યો છે.
વિદેશ સચિવ શૃંગલાનુ આ નિવેદન મોસ્કોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીની સમકક્ષ વચ્ચે બેઠક પહેલા આવ્યું હતું. એસસીઓની બેઠકથી અલગ રાજનાથ સિંહ અને ચીનના રક્ષા મંત્રી ફેંગ વચ્ચે બેઠક થઈ હતી. ગલવાનમાં 20 જવાનોની શહીદી પર વિદેશ સચિવે કહ્યું કે, એલએસી પર છેલ્લા 40 વર્ષમાં પ્રથમવાર અમે અમારા જવાન ગુમાવ્યા છે. ભારત ભલે તણાવ ઓછો કરવા માટે વાતચીત પર ભાર આપતું રહ્યું છે, પરંતુ તેને અમારી નબળાઇ ન સમજવી જોઈએ.
LAC પર તણાવ વચ્ચે ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથ સિંહે કરી મુલાકાત, 2 કલાક 20 મિનિટ ચાલી બેઠક
વિદેશ સચિવે કહ્યુ, અમે અમે મજબૂતીથી તેનો (ચીની હસ્તક્ષેપ)નો સામનો કરીશું અને તેને રોકીશું. જ્યાં સુધી અમારો સવાલ છે તો અમે સંપ્રભુતા અને પ્રાદેશિખ અખંડતા સાથે કોઈ સમજુતી કરીશું નહીં. સરહદી વિસ્તારમાં જ્યાં સુધી શાંતિની સ્થાપના ન થાય ત્યાં સુધી સામાન્ય રૂપથી વ્યવહાર ન ચાલી શકે. તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડે છે. અમે એક જવાબદાર રાષ્ટ્ર છીએ, તેથી હંમેશા વાતચીત માટે તૈયાર રહીએ છીએ. અમે સંવાદ માટે હંમેશા તૈયાર છીએ. અમે વાતચીતનો માર્ગ ખુલો રાખ્યો છે.
લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube