ચંડીગઢ : પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે શનિવારે કહ્યું કે, તેઓ કરતારપુર કોરિડોર ખોલવા પાછળની પાકિસ્તાનની મંશા પર વિશ્વાસ નથી કરતા. અમરિંદર સિંહે કહ્યું કે, તેનો એજન્ડા ક્યારે પણ પાક ન હોઇ શકે નાકાપ અને રાજનીતિક છે અને તેનો ઉદ્દેશ્ય શીખોની ભાવનાઓનું દોહન કરવાની છે. અમરિંદર સિંહે પોતાની સરકારનાં બે વર્ષ પુર્ણ થવા પ્રસંગે આયોજીત પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાન એક અલગ જ ઇરાદા સાથે આવું કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય શાંતિને વધારવાનો જરા પણ નથી. ભારતનો એજન્ડા ધાર્મિક, પરંતુ  પાકિસ્તાનનો એજન્ડા આખો અલગ જ અને વિધ્વંસક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેહરાદુનમાં વડાપ્રધાન મોદી તરફથી રાહુલ ગાંધીએ માંગી માફી
બેંક ડિફોલ્ટરની ચૂંટણી લડવા પર લાગી શકે છે પ્રતિબંધ, પંચે સ્વિકારી આ વાત
15 હજાર શ્રદ્ધાળુઓને રોજિંદી રીતે ગુરૂદ્વારા જવાની પરવાનગી મળે. 
અમરિંદર સિંહે કહ્યું કે, પાકિસ્તાને આ કોરિડોરમાંથી પસાર થવા માટે શ્રદ્ધાળુઓની જેટલી સંખ્યા પ્રસ્તાવિત કરી છે તે બિલ્કુ પણ પુરતી નથી અને તેઓ ઇચ્છે છે કે ઓછામાં ઓછા 15 હજાર શ્રદ્ધાળુઓને પ્રતિદિવસ ઐતિહાસિક જવા માટેની પરવાનગી આપવામાં આવે. 


રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ ન થવો જોઇએ: જેટલી

પંજાબના મુખ્યમંત્રીએ કરતારપુર ગુરૂદ્વારા માટે ખુલી યાત્રાની પોતાની માંગ બેવડાવી અને આ પ્રકારનાં ગલિયારાનાં તર્ક પર સવાલ ઉઠાવ્યો ત્યાર બાદ પણ પાસપોર્ટ અને વીઝાની જરૂરિયાત હોય. તેમણે કહ્યું કે, ઓળખનાં પુરાવા નિશ્ચિત રીતે જરૂરી છે પરંતુ પાસપોર્ટ જ હોવો જરૂરી ન હોવો જોઇએ. ભારત અને પાકિસ્તાન ગત્ત વર્ષે ગુરદાસપુર જિલ્લા ખાતે બાબા નાનક ગુરૂદ્વારાને પાકિસ્તાનનાં કરતારપુર ખાતે ગુરૂદ્વારા દરબાર સાહિબ સાથે જોડવા માટે એક વિશેષ સીમા ખોલવા સંમત થયા હતા. બંન્ને દેશ કોરિડોરને નવેમ્બરમાં ગુરૂનાનકની 5580મી જયંતી પ્રસંગે ખોલવા માટે સંમત થયા હતા.