રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ ન થવો જોઇએ: જેટલી

અરૂણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ

રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ ન થવો જોઇએ: જેટલી

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ શનિવારે કહ્યું કે, બાલકોટ આતંકવાદી શિબિરો પર થયેલા આતંકવાદી હુમલામાં થયેલા નુકસાન અનુસાર માંગ કરી રહેલા વિપક્ષે પોતે જ પોતાનાં પગ પર કુહાડો ઝીંક્યો છે. એક સમાચાર ચેનલનાં કાર્યક્રમ દરમિયાન જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ. તેમણે કહ્યું કે, હું ચૂંટણી પંચ સાથે સંપુર્ણ સંમત છું કે રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ ન થવો જોઇએ. 

જેટલીએ 1971નાં યુદ્ધનું ઉદાહરણ ટાંકતા કહ્યું કે, સમગ્ર વિપક્ષ સરકાર સાથે ઉભો હતો અને જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયીએ તમામ મંચો પર સરકારનો બચાવ કર્યો હતો. જો કે નાણામંત્રીએ કહ્યું કે, વિપક્ષનાં કેટલાક સભ્યો વડાપ્રધાન મોદી પાસે પુલવામા અને બાલકોટ ઘટનાઓનું રાજનીતિકરણ કરવાનાં આરોપો પણ લગાવી રહ્યા છે. 

21 વિપક્ષી દળોનાં નિવેદનનાં કારણે રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચ્યું
જેટલીએ કહ્યું કે, 21 વિપક્ષી દળોનાં નિવેદનથી ભારતનાં રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચ્યું છે અને તેના કારણે પાકિસ્તાનને દેશની શાખ ખરાબ કરવાની તક મળી છે. જેટલીએ કહ્યું કે, દેશની જનતાનાં મગજમાં ભ્રમ પેદા કરવાનાં લક્ષ્યાંક સાથે સશસ્ત્ત્ર દળોની કાર્યવાહી પર સવાલ ઉઠાવવા પોતના પગ પર જ કુહાડી મારવા જેવું હતું. તેમણે કહ્યું કે, તેનાથી ઉલટ અમેરિકાએ જ્યારે અલ કાયદાના વડા ઓસામા બિન લાદેન વિરુદ્ધ કાર્યવાહી કરી તો કોઇએ તેના પર સવાલ નહોતા ઉઠાવ્યા અને ન તો પુરાવા માંગ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news