પંજાબમાં ચાલુ છે પોલિટિકલ થ્રિલર! અમિત શાહને મળ્યા કેપ્ટન અમરિંદર સિંહ
પંજાબના રાજકીય ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી.
નવી દિલ્હી: પંજાબના રાજકીય ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી. કેપ્ટન અને કેંદ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત અમિત શાહના ઘરે થઇ. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 50 મિનિટ સુધી ચાલેલી અમિત શાહ અને કેપ્ટન અમરિંદરની મુલાકાત દરમિયાન ખેડૂતોના મુદ્દા પર ચર્ચા થઇ.
કેપ્ટનની દિલ્હીમાં દસ્તક
પંજાબ કોંગ્રેસ (Punjab Congress) ના ઘમાસાણ વચ્ચે બધાની નજર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) પર ટકેલી છે. સિદ્ધૂના રાજીનામા અને પંજાબમાં નવા મંત્રીઓના વિભાગોના વહેંચણીના તાત્કાલિક બાદ મંગળવારે જ કેપ્ટન દિલ્હી પહોંચ્યા. આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે તેમની મુલાકાતને લઇને અટકળો ચાલી રહી હતી.
100 રૂપિયામાં મળી રહ્યું છે સોનું! Tanishq અને Kalyan જ્વેલર્સ જેવી બ્રાંડ્સ પર ચાલી રહી છે ઓફર
મંગળવારે મુલાકાતથી કર્યો ઇન્કાર
જોકે મંગળવારે જ્યારે કેપ્ટન અમરિંદર સિંહને પૂછવામાં આવ્યું કે શું તેમની અને કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મુલાકાત નક્કી છે, તો તેમણે તેની મનાઇ કરી દીધી. કેપ્ટનએ કહ્યું હતું કે તે કોઇને મળવા આવ્યા નથી પરંતુ દિલ્હીમાં સરકારી ઘર ખાલી કરવા માટે આવ્યા છે. સાથે આગામી પગલાંને લઇને કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું કે રાજકીય દ્વષ્ટિએ જોઇ કોઇ નવું પગલું ભરશે તો બધાને બતાવીશ.
Viral Video: ગુજરાતીઓના ટેલેન્ટનો જવાબ નથી, પિત્ઝાને આપ્યું નવું રૂપ, આ છે સુરતનો કુલ્લડ પિત્ઝા
કોંગ્રેસમાં રહેશે કે નહી?
કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) એ કોંગ્રેસમાં રહેશે કે નહી તેના પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. જોકે તેમણે એટલું જરૂર કહ્યું છે કે 'કોંગ્રેસ સાથે જોડાયેલો રહીશ કે નહી તેનો જવાબ હાલ આપી શકું નહી. તેમણે સિદ્ધૂ પર કહ્રણજી સિંહ ચન્નીને પોતાની રીતે ચલાવવાના આરોઅપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ' સારું થયું નવજોત સિંહ સિદ્ધૂ અત્યારે પ્રધાન રહ્યા નહી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે સ્ટેબલ નથી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube