અંતરિક્ષમાંથી જમીન પર હાથ ઘડીયાળનો સમય જોઇ શકશે કાર્ટોસેટ-3 સેટેલાઇટ- જાણો તેની ખાસિયતો
દેશના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ યાન (પીએસએલવી-સી47)એ બુધવારે સવારે કાર્ટોસેટ-3ને તેની કક્ષામાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યો અને અમેરિકાના 13 વાણિજ્યિક નાના ઉપગ્રહોને પણ તેમની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દીધો. પીએસએલવી-સી47ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્વ શારથી બુધવારે સવારે 9.28 વાગે અંતરિક્ષ માટે છોડવામાં આવ્યો છે.
શ્રીહરિકોટા: દેશના ધ્રુવીય સેટેલાઇટ લોન્ચ યાન (પીએસએલવી-સી47)એ બુધવારે સવારે કાર્ટોસેટ-3ને તેની કક્ષામાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યો અને અમેરિકાના 13 વાણિજ્યિક નાના ઉપગ્રહોને પણ તેમની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કરી દીધો. પીએસએલવી-સી47ને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેંદ્વ શારથી બુધવારે સવારે 9.28 વાગે અંતરિક્ષ માટે છોડવામાં આવ્યો છે. આ દરમિયાન આકાશમાં વાદળો છવાયેલા હતા. કાર્ટોસેટ-3 ઉપગ્રહ ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવાની ક્ષમતા સજ્જ ત્રીજી પેઢીનો ઉન્નત ઉપગ્રહ છે. આ 509 કિલોમીટર ઉંચાઇ પર સ્થિત કક્ષામાં 97.5 ડિગ્રી પર સ્થાપિત કરવામાં આવશે.
સવારે 9.55 સુધી PSLV-C47 એ સફળતાપૂર્વક કાર્ટોસેટ 3 સેટેલાઇને કક્ષામાં સ્થાપિત કરી દીધો છે. સાથે જ અમેરિકાના 13 વાણિજ્યિક ઉપગ્રહ સફળતાપૂર્વક ઓર્બિટમાં સ્થાપિત કરી દેવામાં આવ્યો.
કાર્ટોસેટ 3 ની મુખ્ય વાતો...
- પૃથ્વીથી 509 કિલોમીટરની ઉંચાઇ પર સ્થાપિત કરવામાં આવશે.
- દુનિયાનો સૌથી એડવાન્સ અને તાકાતવર કેમેરો લગાવવામાં આવ્યો છે.
- હાથની ઘડીયાળનો સમય પણ જોઇ શકશે કાર્ટોસેટ- 3 સેટેલાઇટ.
- જમીન પર 0.25 મીટર (9.84 ઇંચ)ની ઉંચાઇ સુધીના ફોટા લઇ શકે છે.
- સીમાઓની દેખરેખ અને આતંકવાદીઓની ઘુસણખોરીમાં મદદ મળશે.
- પાકિસ્તાનની નાપાક હરકતો અને આતંકવાદી ગતિવિધિ પર નજર રાખશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube