Rape case registered against industrialist Sajjan Jindal : ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે 24 જાન્યુઆરી, 2022ના રોજ BKCમાં JSW સ્ટીલ ઓફિસના પેન્ટ હાઉસમાં તેની પર બળાત્કાર થયો હતો અને તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેઈન સ્મોકર છો તો તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો? ડોકટરોએ આપી આ ચેતવણી


જાણિતા ઉદ્યોગપતિ JSW સ્ટીલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ પર એક મહિલાની છેડતી અને બળાત્કારનો આરોપ લાગ્યો છે. આ મામલામાં મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) પોલીસ સ્ટેશનમાં જિંદાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ આરંભાઈ છે. સજ્જન જિંદાલ સામે કેસ હોવાથી પોલીસ પણ આ મામલે એલર્ટ બની ગઈ છે. 


પ્રેમિકાને ફટકારી બાદમાં કાર ચડાવી, સીનિયર બ્યુરોક્રેટના બગડેલા દીકરાનું કારસ્તાન


પોલીસના જણાવ્યા અનુસાર, સજ્જન જિંદાલ 2021માં IPL મેચ જોતી વખતે VIP બોક્સમાં આ મહિલાને મળ્યા હતા. તેના નિવેદનમાં ઘટનાનું વર્ણન કરતાં, ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે 24 જાન્યુઆરી 2022ના રોજ BKCમાં JSW સ્ટીલ ઑફિસના પેન્ટહાઉસમાં તેની સાથે બળાત્કાર થયો હતો અને તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં BKC પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તેની ફરિયાદ નોંધાઈ ન હતી. તેને જિંદાલ તરફથી પૈસા લેવા અને મામલો શાંત પાડવાની ધમકીઓ મળી રહી હતી.


iPhone 15 ના મુકાબલે iPhone 16 માં જોવા મળી શકે છે આ 5 ફેરફાર, મોટી ડિસ્પ્લે પણ!!!


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઓક્ટોબર 2021માં તે VIP બોક્સમાંથી IPL જોઈ રહી હતી. તે જ સમયે તેઓ સજ્જન જિંદાલને મળ્યા અને તેઓ એકબીજાના પરિચિત થયા. જિંદાલે મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવામાં રસ દર્શાવતા તેમનો નંબર તેમની સાથે શેર કર્યો હતો. આ તમામ બાબતો હાલમાં મીડિયાના રિપોર્ટને આધારે છે.