કિસાન આંદોલનથી અત્યાર સુધી 27 હજાર કરોડનો વેપાર પ્રભાવિત, આ રાજ્યો પર પડી ખરાબ અસર
દેશની રાજધાનીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલનની સૌથી ખરાબ અસર દેશના વેપારીઓ પર પડી રહી છે. આજે કિસાન આંદોલનનો 37મો દિવસ છે અને તે દરમિયાન દિલ્હી તથા તેની આસપાસના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ રાજસ્થાને લગભગ 27 હજાર કરોડ રૂપિયાના વ્યાપારનું નુકસાન થયું છે
નવી દિલ્હી: દેશની રાજધાનીની સીમાઓ પર ચાલી રહેલા કિસાન આંદોલનની સૌથી ખરાબ અસર દેશના વેપારીઓ પર પડી રહી છે. આજે કિસાન આંદોલનનો 37મો દિવસ છે અને તે દરમિયાન દિલ્હી તથા તેની આસપાસના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ તેમજ રાજસ્થાને લગભગ 27 હજાર કરોડ રૂપિયાના વ્યાપારનું નુકસાન થયું છે.
આ પણ વાંચો:- ભારતમાં સતત ઘટ્યું કોરોનાનું સંક્રમણ, 179 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા માત્ર આટલી
દેશના આંદોલનથી થયેલા આર્થિક નુકસાનની આકારણી
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેર્ડ્સ (Confederation Of All India Traders)એ જણાવ્યું હતું કે, કેટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરની સૌથી મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન ના સંયુકત પ્રયાસો વિક્ષેપ વગર આવશ્યક માલનું સપ્લાય કરી શકે. સંસ્થાના જણાવ્યા અનુસાર આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જો કે, સપ્લાય ચેનને યથાવત રાખવા માટે અન્ય રાજ્યથી આવતા વાહનોને રાષ્ટ્રી ધોરીમાર્ગ છોડી વૈકલ્પિક માર્ગો દ્વારા લાંબો ફેરો મારી દિલ્હી તરફ આવું પડે છે.
આ પણ વાંચો:- નવા વર્ષના પહેલા દિવસે મળી શકે છે Corona Vaccineની ભેટ, ચાલુ છે એક્સપર્ટ કમિટીની બેઠક
આ વેપારીઓને સૌથી વધુ નુકસાન
પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)થી દિલ્હી આવતા માલની આપૂર્તિ પર ઘણી ખરાબ અસર પડી છે. બંને રાજ્યોમાંથી મશીનરી માલ, સ્પેરપાર્ટ્સ, પાઈપ ફિટિંગ્સ, સેનિટરી ફિટિંગ્સ, અન્ય સ્પેરપાર્ટ્સ, ઇલેક્ટ્રિક અને વોટર મોટર્સ, બિલ્ડિંગ હાર્ડવેર અને કૃષિ ચીજવસ્તુઓની સપ્લાય પર અસર પડી છે. હિમાચલ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોથી અન્ય રાજ્યોમાં એફએમસીજી ઉત્પાદનો, ઉપભોક્ચા ટકાઉ પદાર્થો, ખાધ્ય અનાજ, કોસ્મેટિક્સ, કાપડ, ફલો અને શાકભાજી સહિતની અન્ય ચીજવસ્તુઓ દિલ્હી આવે છે. ડ્રાયફ્રૂટ્સ, ઇલેક્ટ્રોનિક્સ ચીજો, દવાઓ અને સર્જિકલ સમાન, મકાન સામગ્રી, રેડિમેડ વસ્ત્રો, ફોટોગ્રાફિક સાધનો જેવા ઉત્પાદનો સામેલ છે. તેથી આ વસ્તુઓનો વેપાર કરનાર વેપારીઓને મોટું નુકસાન થયું છે.
આ પણ વાંચો:- નવા વર્ષમાં આ રીતે થશે જીવલેણ કોરોનાનો ખાતમો, 'લીલો' કોરોના બનશે 'લાલ' Corona નો કાળ!
દિલ્હીમાં જથ્થાબંધ અને છૂટક વ્યવસાયનું ગણિત
દિલ્હી (Delhi) કોઈ ઇન્ડસ્ટ્રિયલ સ્ટેટ નથી અને ના કૃષિ રાજ્ય પરંતુ આ દેશનું સૌથી મોટું સપ્લાય સેન્ટર છે. અહીં સમગ્ર દેશમાંથી માલ સામાન આવતો જતો હોય છે. એક રિપોર્ટ અનુસાર રાજધાનીમાં રોજના લગભગ 50 હજાર ટ્રક દેશના વિભિન્ન રાજ્યોથી સામાન લઇને દિલ્હી આવે છે. ત્યારે 30 હજાર ટ્રક રોજ દિલ્હીથી બહાર અન્ય રાજ્યોમાં ડિલીવરી માટે નીકળે છે. કિસાન આંદોલનના કારણે માત્ર દિલ્હી સામાન આવવા પર પરંતુ દિલ્હીથી બહાર દેશમાં સામાન જવા પર પણ અસર પડી છે. દિલ્હીમાં પ્રતિ દિવસ લગભગ 5 લાખ વેપારી અન્ય રાજ્યોથી સામાન ખરીદી કરવા આવે છે અને આ કામ હાલ ઠપ પડ્યું છે.
આ પણ વાંચો:- મહિલાએ જે પંચાયત ઓફિસમાં 10 વર્ષ ઝાડું પોતા કર્યા ત્યાં જ હવે અધ્યક્ષ પદ શોભાવશે
દેશને થઈ રહ્યું છે ભારે આર્થિક નુકસાનને જોઈ દેશના મોટાભાગના વેપારી સંગઠન અને નાના મોટો વેપારીઓ જલ્દીથી જલ્દી સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચર્ચા દ્વારા સમાધાન થાય તેવી આશા કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube